Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોમ્પ્યુટર સામે લાંબો સમય બેસીને કામ કરવાથી થઈ શકે છે નુકશાન

વધારે કામ કરવાથી તમારી આંખો થાકી જાય છે. કેટલીકવાર કોમ્પ્યુટર પર વધારે સમય કામ કરવાના કારણે આંખમાં બળતરા થવા લાગે છે. જો તમને પણ એવુ થાય છે, તો આંખોની કાળજી રાખવી જોઈએ અને વધારે સમય કોમ્પ્યુટર ઉપર ન બેસવુ જોઈએ. તેથી આંખોના થાકને દૂર કરવા કામ કરતી વખતે વચ્ચે-વચ્ચે આંખોને આરામ આપવો જોઈએ. આંખો શરીરનો સૌથી નાજુક ભાગ છે તેથી તેની યોગ્ય સંભાળ લેવી જોઈએ.

જો તમે આ વાતને ધ્યાનમાં નથી લેતા તો સાવધાન !! કેટલાક લોકોની આંખો કમજોર હોવા છતા ચશ્મા પહેરતા નથી. જો કામ કર્યા બાદ તમને પણ આંખો ભારે લાગવી, બળતરા કે થાકની ફરીયાદ રહે છે. તો આ ઉપાય તમને તમાંથી રાહત અપાવી શકે છે.

ગુલાબજળનો ઉપયોગ

જો તમારી આંખોમાં બળતરા થઈ રહી છે, તો તમે ગુલાબજળથી આંખો સાફ કરી શકો છો. રૂના ૨ મોટા ટુકડા લો અને તેને ગુલાબજળમાં પલાળી આંખો પર રાખો. તેનાથી આંખોની બળતરા દૂર થઈ જશે. જો તમને આંખોની સમસ્યાથી માથાનો દુઃખાવો પણ રહે છે, તો પણ આ ઉપાય ફાયદાકારક રહેશે. તેનાથી માથાનો દુઃખાવો પણ દૂર થશે.

તજવાળી ચા

જો તમને આંખોની સમસ્યા છે, તો તજવાળી ચાનું સેવન તમારા માટે ફાયદાકારક છે. તજ વાળી ચા નસોમાં આવેલ તનાવને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી આંખોને આરામ મળે છે.

ટી બેગ

ટી-બેગનો ઉપાયોગ માત્ર ચા બનાવવા માટે જ નહિં કેટલીકવાર અન્ય કામો માટે પણ કરવામાં આવે છે. ટી-બેગને ફ્રીઝરમાં રાખો. થોડીવાર બાદ તેને બહાર કાઢી પાણીમાં પલાળો. પાણીમાં પલાળ્યા બાદ તેને બહાર કાઢો અને હાથો વડે હળવુ દબાવી બંધ આંખો પર રાખો. તેનાથી આંખોને રાહત મળશે અને થાક પણ દૂર થઈ જશે. ટી-બેગના ઉપાયોગથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.

આંખોનું મસાજ

હથેળીમાં ગરમાહટ પણ આંખો માટે ફાયદાકારક છે. જો તમને થાક લાગી રહ્યો છે, તો બંને હથેળીઓને એકબીજા સાથે ઘસો. તેનાથી હથેળી ગરમ થઈ જશે. હવે તેનાથી આંખોનું મસાજ કરો. તેનાથી આરામ મળશે.

 

(12:16 pm IST)