Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ચેરીટી માટે આખુ ગામ નગ્ન થયું : બનાવ્યું કેલેન્ડર

નાણા ભેગા કરવા અનોખો રસ્તો

લંડન તા. ૬ : આઈવેડ નામના એક ગામમાં રહેતા લોકોએ નગ્ન થઈને ફોટોશૂટ કરાવ્યું હતું. તમે એ વિચારી રહ્યાં હશો કે આખા ગામને નગ્ન થઈને ફોટોશૂટ કરાવવાની શું જરૂર હતી.? હકીકતમાં આ ફોટોશૂટ એક કેલેન્ડર માટે કરવામાં આવ્યું હતું. જેનો હેતુ ચેરિટી માટે ધન એકઠું કરવાનો હતો. આ કાર્યક્રમમાં ગામના ૨૪ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક માળી, પર્સનલ ટ્રેઈનર અને મેકેનિકનો સમાવેશ થતો હતો.

આ ફોટોશૂટમાં ફોટોગ્રાફર્સે પણ ભાગ લીધો હતો. એક રિપોર્ટ અનુસાર આઈવેડ ફોટોશૂટ ૨૦૧૯નું આયોજન બાળકોની દેખરેખ માટે ધન એકઠાં કરવાના ઉદ્દેશ્યથી યોજાયું હતું. આ આઈડિયા લોરા ચીઝમેન નામની એક બ્યૂટિશ્યિનનો હતો. ૩૯ વર્ષની લોરા ગામમાં આશરે ૧૫ વર્ષથી રહે છે. તેણે કહ્યું કે,'મને બે અઠવાડિયા પહેલા જ આ વિચાર આવ્યો તો અમે ફેસબુક પર શેર કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક લોકો આવ્યાં હતાં. હું ઈચ્છતી હતી કે કંઈક એવું કરું જેનાથી લોકો ખુશ થાય અને એકસાથે આવે.'

લોરાએ કહ્યું કે ઠંડીને કારણે અનેક લોકોએ પરેશાની થશે તેવું જણાવ્યું હતું પરંતુ દરેક લોકોએ સાથ આપ્યો અને કપડા ઉતાર્યાં હતાં. ગામના એક વ્યકિતએ જણાવ્યું કે, 'મને આવું કરવામાં શરમ આવી પરંતુ જયારે મને જાણ થઈ કે બાળકો માટે આવું કરવામાં આવી રહ્યું છે ત્યારે મેં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.' તેણે કહ્યું કે પહેલીવાર તે નેકેડ થયો હતો કારણકે આ કામ ભલાઈનું હતું. પહેલીવાર આશરે ૧૦૦ કેલેન્ડર છાપવામાં આવશે. જેનાથી ૧૨૦૦ યુરોની કમાણી થઈ શકે છે.

(9:55 am IST)
  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST