Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

છેલ્લાં ૧૦ વર્ષમાં ફૂડ-એલર્જીનું પ્રમાણ ત્રણગણું થઇ ગયું, થેન્કસ ટુ પ્રિઝર્વેટ્વ્સિ

ન્યુયોર્ક તા.૭: કેટલાક લોકોને ચોક્કસ ખાદ્યા ચીજની એલર્જી હોય છે. જોકે આ ફૂડ-એલર્જીનું પ્રમાણ છેલ્લા એક દાયકામાં ૩૭૭ ટકા વધ્યું છે. ન્યુયોર્કના એલર્જિસ્ટોના મતે છેલ્લાં દસ વર્ષમાં ફૂડ-એલર્જીનું પ્રમાણ ત્રણગણું થઇ ગયું છે. સાયન્ટિસ્ટોનું માનવું છે કે એલર્જીમાં થયેલા વધારા પાછળ જનીનગત, પર્યાવરણ અને ફૂડ મેન્યુફેકચરિંગ ટેકનોલોજીમાં આવેલા બદલાવ જેવાં પરિબળો કારણભૂત હોઇ શકે છે. સિંગદાણાની એલર્જીમાં ૪૪૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ડ્રાયફ્રૂ ટ્સ અને તેલીબિયાંની એલર્જીમાં ૬૦૩ ગણો વધારો થયો છે. અન્ય ખાદ્ય ચીજોની કેટેગરીમાં પણ એલર્જીનું પ્રમાણ ૩૭૭ ટકા વધ્યું છે. આ કેટેગરીમાં આવતી મોટા ભાગની ચીજોની પહેલાં ભાગ્યે જ એલર્જી થતી જોવા મળી છે. ૨૦૦૭ થી ૨૦૧૬ના એલર્જીના દરદીઓના આંકડાઓનું વિશ્લેષણ કરીને નિષ્ણાતોએ તારવ્યું છે કે જે-તે ચીજ બનાવવામાં પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશ્યલ રંગોનું પ્રમાણ વધ્યુંએ મુખ્ય કારણ છે.

(1:07 pm IST)