Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

બે કલાક ટ્રાફિકનો ધુમાડો ખાવાનું થાય તો એક કલાક કરેલી એકસરસાઇઝની અસર ધોવાઇ જાય

નવી દિલ્હી, તા. ૭ : પ્રદુષિત હવાના સંસર્ગમાં રહેવાનું થાય તો એનાથી તમે કરેલી કસરતનો લાભ ભૂંસાઇ જાય છે. આ વાત પ્રોહોમા઼ વધુ લાગુ પડે છે. અમેરિકાની ડયુક યુનિવર્સિટીના પ્રોફેસરોએ પહેલવહેલી વાર પ્રદુષણની હેલ્થી તેમ જ રોગિષ્ઠો પર થતી નકારાત્મક અસરનો સ્ટડી કર્યો છે. કોર્નિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મનરી ડિસીઝ અથવા તો કોરોનારી હાર્ટ-ડિસીઝ જેવા હૃદય અને ફેફસાનાં દર્દીઓ તેમજ હેલ્થી લોકો બન્ને પ્રદુષિ હવાનો કારણે માઠી અસર થાય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ છે કે તમે નિયમિત કસરત કરતા હો તો પણ જો સતત બે કલાક ટ્રાફિકના ધુમાડામાં રહેવાનું થાય તો કસરતને કારણે થયેલી પોઝિટિવ અસર નાબુદ થઇ જાય છે. ખાસ કરીને હૃદય અને ફેફસાંના દર્દીઓનમાં પ્રદુષણને કારણે આવું વધુ થાય છે. અભ્યાસકર્તાઓએ ૬૦ વર્ષથી મોટી વયના ૧૧૯ વોલન્ટિયર્સ પર સ્ટડી કર્યો હતો. એમાં કેટલાક હાર્ટના દર્દી હતા, કેટલાક ફેફસાંના દર્દી હતા અને  કેટલાક સ્વાસ્થ્ય હતા. પ્રૌઢાવસ્થામાં ચાલવું એ બેસ્ટ એકસરસાઇઝ મનાય છે. આ તમામ લોકોને દિવસ દરમ્યાન કુલ બે કલાક ચાલવાનું કહેવામાં આવ્યું. ચાલતા પહેલા દરેકની ફેફસાની ક્ષમતા, બ્લડ-પ્રેશર, લોહીનો પ્રવાહ અને રકવાહિતીનીઓની સ્ટિફનેસ જેવા પરિબળો નોંધવામાં આવ્યા હતા. જે વોલન્ટિયર્સ બીઝી સ્ટ્રીટમાં ટ્રાફિકની વચ્ચે ચાલ્યા તેમને ચાલવાનો લગભગ ૧૮ ટકા જેટલો જ ફાયદો થયો. જે લોકો ટ્રાફિક વિના, કુદરતી સ્થળોએ ચાલ્યા તેમના તમામ પરિબળોમાં ર૪ ટકા જેટલો સુધારો જોવા મળ્યો એટલું જ નહીં, આ અસર ર૪ કલાક સુધી રહી. ટૂંકમાં એવુ઼ કહી શકાય કે પ્રદુષણયુકત વાતાવરણ એકસરસાઇઝની અસર ઘટાડી દે છે.

(1:08 pm IST)