Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકા દર વર્ષે દરિયામાં 10 લાખ ટન પ્લાસ્ટિક ઠાલવતું હોવાનું સંશોધન

નવી દિલ્હી: એકલું અમેરિકા દર વરસે દરિયામાં 10 લાખ ટન પ્લાસ્ટિક ઠાલવે છે. (સાદી સરળ ભાષામાં એક ટન એટલે એક હજાર કિલોગ્રામ.) અમેરિકામાં વરસે 4.63 કરોડ ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દરેક અમેરિકન નાગરિક વરસે પ્લાસ્ટિકની 1300 થેલીઓ દરિયામાં પધરાવે છે.

         દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો અમેરિકામાં પેદા થાય છે. આ કચરાના લગભગ 2.7 ટકાથી 5.3 ટકા કચરાનો વ્યવસ્થિત નિકાલ થતો નથી. સાયન્સ એડવાન્સ જર્નલ નામના સામયિકમાં પ્રગટ થયેલા એક રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા હતા.

 

 

(5:16 pm IST)