Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

આ ડિવાઇસ તમને ગર્લફ્રેન્ડનો હાથ પકડયાનો અહેસાસ કરાવશે

વારંવાર રોમેન્ટિક વિચારોમાં મહાલતા અને પરણવાની અદમ્ય ઇચ્છા છતાં પરણી ન શકતા પોપટલાલ જેવાં પાત્રોને ખરીદવાનું ગમે એવું સાધન બજારમાં આવી રહ્યું છે

લંડન, તા.૭: વારંવાર રોમેન્ટિક વિચારોમાં મહાલતા અને પરણવાની અદમ્ય ઇચ્છા છતાં પરણી ન શકતા પોપટલાલ (તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા) જેવાં પાત્રોને ખરીદવાનું ગમે એવું સાધન બજારમાં આવી રહ્યું છે. જપાનની જિફુ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શ્નમાય ગર્લફ્રેન્ડ ઇન વોક'નામે યાંત્રિક ઉપકરણ વિકસાવ્યું છે. એ સાધન સ્ત્રીમિત્રનો હાથ પકડીને બેઠા કે ચાલતા હોઈએ એવી વર્ચ્યુઅલ ફીલિંગ આપે છે.

'માય ગર્લફ્રેન્ડ ઇન વાઙ્ખકલૃનામે ઓળખાતા માઇક્રો કમ્પ્યુટર, પ્રેશર સેન્સર, મોટર મૂવમેન્ટ્સ ધરાવતું આ ડિવાઇસ ચામડી જેવા નરમ અને સુંવાળા મટીરિયલ વડે બનાવવામાં આવેલો રોબોટિક હેન્ડ છે. ફિલ્મ હીટર વડે હાથની ઉષ્મા અને ચામડી જેવા પોચા મટીરિયલમાં સ્નિગ્ધતા સીંચતી જેલ અસલ અહેસાસની ખૂબ નજીક લઈ જાય છે.

(2:44 pm IST)