Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કદ નાનું : પણ કામ મોટું

ટર્કીના આ ઠિંગુજીભાઈ ભૂકંપને કારણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં પોતાના ટચૂકડા કદનો ઉપયોગ કરે છે

લંડન, તા.૭: ટર્કીમા રિદવાન સેલિક નામના ઠીંગણા કદના ભાઈ સ્થાનિક લોકોમાં ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે. ઇઝમિર શહેરમાં ધરતીકંપના આંચકા આવ્યા પછી બચાવ અને રાહતકાર્યમાં તેમણે દ્યણી મહત્વની કામગીરી બજાવી છે. ગયા અઠવાડિયે એશિયન સમુદ્રમાંથી ઊપજેલા ધરતીકંપને કારણે ટર્કી અને ગ્રીક ટાપુઓ પર ઘણું નુકસાન થયું હતું. ગયા બુધવાર સુધીમાં ટર્કીમાં એ ભૂકંપનો મરણાંક ૧૧૬ પર પહોંચ્યો હતો. કુદરતી આફતના સમયમાં ઇઝમિર શહેરમાં સૌથી વધારે નુકસાન થયું છે, ત્યારે રિદવાન લગભગ ૨૪ કલાક સેવા આપે છે. રિદવાન ઠીંગણા કદને કારણે ધરતીકંપના કાટમાળ નીચે જઈને માણસોને બહાર કાઢી શકે છે. ફકત ત્રણ ફૂટ ઊંચો રિદવાન વતન ઇઝમિર શહેરમાં રહેતો નથી, પરંતુ કુદરતી આફતના સમાચાર મળતાં ઇસ્તંબુલથી પ્રવાસ ખેડીને ઇઝમિર પહોંચ્યો હતો.

(10:44 am IST)