Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સીરિયામાં આતંકવાદી બોંબ વિસ્ફોટ: એકનું મૃત્યુ: અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સીરિયાના ઉત્તર પશ્ચિમી શહેર અલેપ્પોના જુદા જુદા જિલ્લામાં આતંકવાદીઓએ બોંબ વિસ્ફોટ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે જેમાં એક નાગરિકનું મૃત્યુ થયું છે તેમજ અન્યને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                 એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ જામીલીયા જિલ્લામાં આવેલ સીદીક મસ્જિદ નજીક થયેલ ગોળીબારીની ઘટના એક નાગરિકનું મૃત્યુ થયું છે તેમજ પશ્ચિમમાં સૈફ અદ-દોલય જિલ્લામાં બોંબ વિસ્ફોટની ઘટનામાં ઘણા બધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:01 pm IST)