Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

બુર્કિના ફાસોમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઘાતક હુમલો: 37 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: બુર્કિના ફાસોમાં એક કનાડાઈ ખનન કંપનીના કર્મીઓના જૂથ પર નિશાન સાધીને કરવામાં આવેલ હુમલામાં એક સાથે 37 લોકોના મૃત્યુ થયા છે પશ્ચિમી આફ્રિકી દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખતરનાક હુમલો હોવાનું માલુમ પડી રહ્યું છે. અજાણ્યા સશસ્ત્ર લોકોએ બુધવારના રોજ હુમલો કર્યો હતો જેમાં તેમને પાંચ બસને નિશાન બનાવી હતી.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાંચ બસ પર નિશાન રાખીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એકસાથે 37 લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે. તેમજ અન્ય 60 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કહેવાય રહ્યું છે કે સેનાની સુરક્ષામાં લઈને જતી બસ પર સમયે હુમલો કરવામાં આવ્યો હતો જયારે તાપોઆ પ્રાંત નજીક 40 કિલોમીટર દૂર બસો હતી.

(6:01 pm IST)