Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આંખની કીકીમાં બ્‍લુ રંગનું ટેટૂ કરાવવાની ઘેલછામાં ત્રણ અઠવાડીયાનો અંધાપો વેઠવો પડયો આ બહેને

સીડની તા. ૭ :.. ઇશ્વરની દરેક કૃતિ શ્રેષ્‍ઠ છે અને એમાં સૌથી સુંદર કૃતિ છે. માનવી. પણ ઇશ્વરની કૃતિથી પણ અસંતુષ્‍ટ માનવી સુંદર દેખાવા માટે નિતનવા ગતકડાં કરતો જ રહે છે. ઓસ્‍ટ્રેલિયામાં રહેતી ર૪ વર્ષની અમ્‍બેર લ્‍યુકને સુંદર દેખાવાની ઘેલછા એટલી બધી છે કે શરીરને સુંદર દેખાડવાની કોશિષમાં તે શરીરમાં ઠેકઠેકાણે ટેટૂ ચિતરાવવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરી ચૂકી છે. અત્‍યાર સુધીમાં ૩૭,૦૦૦ ડોલર એટલે કે લગભગ ર૬.ર૭ લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચીને તેણે પોતાના શરીર પર ર૦૦ કરતાં વધુ ટેટૂ ચિતરાવ્‍યા છે.

હાલમાં તેણે આંખની કીકીમાં બ્‍લુ શાહીથી ટેટૂ કરાવ્‍યું હતું. સૌથી પીડાદાયક અને ભયાનક ગણાવી શકાય એવી લગભગ ૪૦ મીનીટ ચાલેલી આ પ્રક્રિયા પછી તે ત્રણ અઠવાડીયાં સુધી કશું જ જોઇ શકી નહોતી.

પોતાને બ્‍લુ આંખવાળી વાઇટ ડ્રેગન તરીેક ઓળખાવતી અને ૧૬ વર્ષની ઉંમરથી ટેટૂ ચિતરાવવાની ઘેલછા રાખનારી અમ્‍બરે લ્‍યુકે જીભને વચ્‍ચેથી કપાવીને સાપ જેવી લાંબી જીભ કરાવી છે. કાનની બૂટ લાંબી કરાવી છે. સ્‍તન, ચીબુક અને હોઠ પર ટેટૂ ચિતરાવ્‍યા તથા કાનની ટોચને તીણી કરાવી છે. આમ શરીરના લગભગ દરેક અંગ પર તેણે અખતરા કર્યા જ છે. જો કે આંખની કીકીમાં ટેટૂ કરાવ્‍યા બાદ હવે આવા જોખમી સાહસ કરવાથી દૂર રહેવા માગતી હોવા છતાં તે માર્ચ ર૦ર૦ સુધીમાં તેના શરીરને હજી વધુ ટેટૂથી ભરી દેવાની ઇચ્‍છા રાખે છે.

(4:44 pm IST)