Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પાકિસ્તાનમાં હેવાનિયતની ચરમસીમાઃ મહિલાનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢી સામૂહિક દુષ્કર્મ

શરમજનક હલી જવાય તેવી ઘટના

કરાંચી, તા.૭: પાકિસ્તાનના કરાચીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાંક અજાણ્યા શખ્સોએ એવી શરમજનક કરતૂતને અંજામ આપ્યો છે કે જાણીને તમે હલી જશો. પાકિસ્તાનના લાંધી શહેરમાં કેટલાંક નરાધમોએ કબ્રસ્તાનમાં દફન એક મહિલાના શબને કબરમાંથી બહાર કાઢી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ. મૃતક મહિલાના પરિવારજનો આ ભયાનક દ્યટના વિરુદ્ઘ કોઇ કેસ કરવા નથી માગતા.

આ શરમજનક કાંડ સામે આવ્યા બાદ ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાન પાસે મોટી સંખ્યામાં મહિલાના પરિવારજનો તથા સંબંધીઓ એકઠા થઇ ગયા. તેમણે જણાવ્યું કે મૃતકના શબને કેટલાંક નરાધમોએ કબરમાંથી બહાર કાઢ્યુ અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ.

મૃતકને આ દ્યટનાના એક દિવસ પહેલાં જ કબરમાં દફન કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર આ શરમજનક દ્યટનાને અંજામ આપવામાં કેટલાં લોકો સામેલ હતાં તે અંગે હાલ કોઇ માહિતી મળી નથી.

પરિવારે જણાવ્યું કે કબ્રસ્તાનમાં જાળવણી માટે જવાબદાર કેરટેકરે જણાવ્યું કે એક શ્વાને તાજી બનેલી કબર પરથી સ્લેબ હટાવી દીધો. પરંતુ મહિલાના પરિવારજનો તે માનવા તૈયાર નથી કે એક શ્વાન કબર પરથી સ્લેબ હટાવા માટે સક્ષમ છે.

તેમણે તેમ પણ કહ્યું કે કબર ખોદનાર વ્યકિત પછીથી કબ્રસ્તાનથી ગાયબ થઇ ગયો. બીજી બાજુ પોલીસે અપરાધ સ્થળથી પુરાવા એકઠા કર્યા છે અને પુષ્ટિ કરી છે કે કબર ખોદનાર લાપતા છે. તેમણે કહ્યું કે, તેની તલાશ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. મૃતક મહિલાના સંબંધીઓએ પોલીસ સમક્ષ આ મામલે કોઇ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા નથી દર્શાવી અને તેમણે તે વાત પર જોર આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

(3:19 pm IST)