Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરિકાએ ભારતને આપી અમુક પ્રતિબંધમાંથી છૂટછાટ

નવી દિલ્હી: અમેરિકાએ ઇરાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલીક શરતો સાથે પ્રતિબંધમાંથી છૂટ આપી છે. છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇનના નિર્માણનો પણ સમાવેશ થાય છે.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે સઘન ચર્ચા-વિચારણા કર્યા બાદ વિદેશ મંત્રીએ ચાબહાર પોર્ટના વિકાસ, અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં આવનાર બિન પ્રતિબંધિત વસ્તુઓના પરિવહન માટે સંબંધિત રેલવે લાઇનના નિર્માણની સાથે સાથે ઇરાનની પેટ્રોલિયમ પ્રોડકટસની આયાતથી ઇરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટ પ્રોલિફરેશન એકટ ર૦૧ર હેઠળ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી રાહત અને છૂટ આપી છે.

(5:39 pm IST)