Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

આ દેશમાં છે અનોખી પ્રથા: દિવાળી પહેલા કરવામાં આવે છે શ્વાનની પૂજા

નવી દિલ્હી:આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.દુનિયાભરમાં પણ તહેવાર ઉજવવમાં આવે છે. નેપાળમાં લોકો થોડીક અલગ રીતે દિવાળી મનાવે છે.

નેપાળ અને ભારતના ઘણા ભાગમાં દિવાળીને તિહાર કહે છે. તહેવારમાં ખાસ રીતે કૂતરાની પૂજા કરવામાં આવે છે. તહેવારને મનુષ્ય અને કૂતરા વચ્ચેના સંબંધને લઈને મનાવવામાં આવે છે.

માત્ર કૂતરા નહી પરંતુ ઘણા લોકો કાગડા અને ગાયની પણ પૂજા કરે છે. તિહારના બીજા દિવસે કુકુર તિહાર મનાવવામાં આવે છે.નેપાળમાં તહેવાર પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. કુકુર તીહારના દિવસે કૂતરાની પૂજા કરવામાં આવે છે એટલું નહી પરંતુ તેનું મનગમતું ભોજન પણ ધરવામાં આવે છે. કૂતરો પ્રત્યે પ્રેમ દર્શાવતા તહેવારની શરૂઆત ધનતેરસના દિવસે થાય છે.

(5:39 pm IST)