Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

લસણ અને મધ ચરબી ઘટાડે છે

મોટાપાથી હેરાન લોકો વજન ઘટાડવા  કેટલાય નુસ્ખા અપનાવતા હોય છે. મધમાં અમુક વસ્તુ મિકસ કરીને સેવન કરવાથી  મોટાપો  દુર કરી શકાય છે. મધમાં રહેલ વિટામીન એ, બી, સી તથા કેલ્શિયમ, સોડિયમ જેવા તત્વો શરીરના અનેક રોગો સામે લડવાની શકિત ધરાવે છે. જેનાથી શરીરમાં શકિત, સ્ફૂર્તિ તથા તાજગી આવે છે અને શરીર સ્વસ્થ બની જાય છે.

. લસણની  બે કડીને પીસી તેમાં એક ચમચી મધ મિકસ કરીને નવશેકા પાણી સાથે લેવાથી પેટની ચરબી ઓછી થાય છે.

. છાસમાં એક ચમચી મધ મિકસ કરી પીવાથી શરીરની પાચનક્રિયા યોગ્ય રહે છે. જેનાથી શરીર યોગ્ય કેલેરી જ ખર્ચ કરશે અને વજન ઓછુ થશે.

. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુ નીચોવી તેમાં એક ચમચી  મધ મિકસ કરી પીવાથી શરીર ફીટ રહે છે.

(9:39 am IST)