Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દવાને અડધી કરીને પીવાથી થઇ શકે છે નુકશાન

કેટલાક લોકો દવાના ડોઝને ઓછો કરવા માટે અથવા અન્ય કોઇ કારણોસર દવાને અડધી કરીને પીવે છે. જે તેના માટે જોખમકારક સાબીત થઇ શકે છે. જર્નલ  ઓફ એડવાન્સમાં છપાયેલ  એક રીસર્ચમાં સામે આવ્યુ છે કે, ગોળીને અડધી કરીને  પીવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. બેલ્ઝિયમની ગેન્ટ યુનિવર્સિટીના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, તેના  ગંભીર પરિણામ આવી  શકે છે. એક  રીસર્ચમાં સામેલ શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, સૌથી  વધારે  જોખમ એ દવાઓથી થાય છે, જે દવાઓમાં સ્વાસ્થ્ય માટેના ફાયદા અને નુકશાનમાં બહુ ઓછો અંતર હોય છે.

એક શોધમાં શોધકર્તાઓએ પાંચ વોલંટીયર્સને આઠ અલગ-અલગ આકારની ગોળીઓ આપી અને તેને ત્રણ ભાગમાં અને ત્રણ અલગ-અલગ રીતે તોડવામાં આવી. તે દરમિયાન ગોળીને તોડવા માટે ચાકુ અને કાતરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ગોળીઓમાં હૃદયની બિમારીની ગોળી, આર્થિટિસની ગોળીઓ અને અન્ય બિમારીઓની ગોળીઓ પણ હતી. તેનાથી શોધકર્તાઓને જાણવા મળ્યુ કે, ૩૧ ટકા ગોળીઓના બીજા ટુકડામાં દવાની માત્રા પહેલા ટુકડાની સરખામણીએ ઓછી હતી અને તે જરૂરી માત્રાથી ઘણી ઓછી હતી.

જ્યારે ગોળી તોડવા માટે ઉપયોગમાં લીધેલ ઓજારમાં બહુ ઓછી ભૂલો હતી. વધુમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે, આ દરમિયાન ગોળ, નાની, મોટી, ચોરસ ગોળીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શોધનું નેતૃત્વ કરી રહેલ ડૉકટરે જણાવ્યું કે, દવાને તોડવાના ઘણા કારણ હોઈ શકે છે. મોટા ભાગની દવાઓ તોડવા માટે હોતી નથી. જ્યારે શોધકર્તાઓએ જણાવ્યું કે, દવા બનાવનાર કંપનીઓ લિકિવડ દવાઓ પર ધ્યાન દે, જેથી તેને તોડવાની જરૂર ન પડે.

 

(9:39 am IST)