Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવાળી અને શિયાળા વચ્ચેના સમયમાં આવી રીતે કરો મેકઅપ

છોકરીઓને મેકઅપ કરવો ખુબ જ પસંદ હોય છે. મેકઅપ ગરમીમાં સરખો થતો નથી અને સારો પણ નથી લાગતો પરંતુ તે જ મેકઅપ દ્વારા શિયાળામાં ચહેરા પર નિખાર લાવી શકાય છે. આ ઉપરાંત શિયાળામાં ત્વચા સુકી અને બેજાન થઇ જાય છે. જેના કારણે ઘણીવાર મેકઅપ  ચહેરાના નિખારને ખરાબ કરી દે છે અને ચહેરો સુંદર દેખાતો નથી. તો જાણો શિયાળામાં કેવી રીતે મેકઅપ કરવો જોઇએ.

. શિયાળામાં મેકઅપ કરવા સૌથી પહેલા કિલનઝીંગ મિલ્કથી ચહરાને સાફ કરો. મેકઅપ કરતા પહેલા તમારી ત્વચાને વ્યવસ્થિત રીતે મોશ્ચરાઇઝ કરો.

. ત્યારબાદ તમારા ચહેરા પર પ્રાઇમર લગાવો અને ત્વચા સાથે મેચ થાય તે રંગનુ ફાઉન્ડેશન લગાવો. શિયાળામાં હંમેશા ક્રિમ બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.

. શિયાળામાં બ્લેક અને બ્રાઉન આઇશેડોથી આંખોની સ્મોકી લુક આપવાની સાથે આંખો પર કાજળ, આઇલાઇનર અને મસ્કરાનો ઉપયોગ કરવો.

. શિયાળામાં હંમેશા લિપસ્ટિક લગાવ્યાના ૧૦-૧૫ મિનિટ પહેલા હોઠો પર લીપબામ જરૂર લગાવવુ. તેનાથી હોઠોમાં નમી બની રહેશે.

. ચહેરા પર ચમક લાવવા માટે  ગાલ પર હળવા હાથે બ્લશર અથવા બ્રોન્ઝ લગાવો. તે તમને એકદમ ફ્રેશ લુક આપશે.

(9:38 am IST)