Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે આ મીઠાઇઓ

દિવાળી પર ડાયાબિટીસના દર્દીઓ પણ ભરપેટ સ્વાદિષ્ટ મિઠાઈની મજા માણો

ડાયાબિટીસનો શિકાર લોકો માટે મીઠાઇનું સેવન જોખમી હોય છે. બદલતી જતી જીવનશૈલીએ આ જોખમને વધાર્યુ છે. પરંતુ, દિવાળી જેવા મોટા તહેવારોમાં એવી મીઠાઇઓ પણ આવે છે કે જે સુગર ફ્રી હોય છે અને તેનો સ્વાદ પણ માણી શકાય છે.

સુગર ફ્રી બેસનના લાડવા : બેસન, ઘી અને ખાંડથી બનેલ ગરમાગરમ લાડવા કોને  પસંદ ન હોય?? પરંતુ, ડાયાબિટીસના દર્દીનું શું? તેથી તમારા આ જ સ્વાદ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને વેપારીઓ અને ઇ-કોમર્સ કંપનીઓ પાસે આવા કેટલાય વિકલ્પ હોય છે, જેમા ખાંડ સાવ હોતી નથી અને મીઠાઇ પણ સ્વાદિષ્ટ હોય છે.

ખજુર રોલ : દિવાળીમાં કેલેરીને લઇને સાવચેત રહેતા લોકો માટે ખજુર  સારો વિકલ્પ છે. તમે બદામના ટુકડા સાથે ગાર્નિશ કરેલ ખજુર રોલ ખાઇ શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે.

અંજીર બરફી : અંજીર સ્વાસ્થ્ય માટે  વરદાન રૂપ છે. તે પાચનમાં સુધારો  લાવવાની સાથે ડાયાબિટીસને પણ નિયંત્રીત રાખવામાં મદદ કરે છે. અંજીરથી બનેલ બરફીમાં રીફાઇન સુગર હોતુ નથી. તે મીઠાઇ કાજુ, બદામ, પિસ્તા, અંજીર, ઘી અને મધથી બનાવવામાં આવે છે. જે બાળકો અને મોટા બન્નેના સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. 

ફિની : ફિની એક પારંપારિક રાજસ્થાની મીઠાઇ છે. રાજસ્થાનના બિકાનેરમાં સ્પેશ્યલ ફિની મળે છે. લોટ, ખાંડ અને ચોખ્ખા ઘીની બનાવેલ આ મીઠાઇ આજકાલ મધથી તૈયાર કરવામાં આવે છે. જે સુગર ફ્રી હોય છે.

દુધીનો હલવો : દિવાળીમાં તમે દુધીનો  હલવો પણ ખાઇ શકો છો. તેને એક નાની ચમચી ઘી, દુધી, ઓછા ફેટવાળુ દુધ અને એલચી પાવડર નાખી બનાવવામાં આવે છે.

ખજુર નારિયેળ રોલ : આ રોલ ખજુર, બદામ અને એક કપ છીણેલ નારિયેળથી બનાવવામાં આવે છે. જેમાં ૨ ગ્રામ ફાઇબર હોય છે. જે સુગરના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક છે.

(9:38 am IST)