Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમેરિકાની યુનિવર્સિટીમાં કચ્‍છી યુવકની હત્‍યા, કોરિયન રૂમમેટની ધરપકડ

વરુણ યુનિવર્સિટીમાં ડેટા સાયન્‍સનો અભ્‍યાસ કરી રહ્યો હતોઃ પોલીસે તેના શરીર પર કેટલાય ઘા અને ઈજાના નિશાન જોયા

વોશિંગ્‍ટન, તા.૭: અમેરિકામાં એક ગુજરાતી વિદ્યાર્થીની હત્‍યાનો મામલો સામે આવ્‍યો છે. મીડિયા રિપોર્ટ્‍સમાં જણાવ્‍યા અનુસાર અમેરિકી રાજય ઈંડિયાનામાં ભારતીય મૂળ ગુજરાતી- કચ્‍છના એક ૨૦ વર્ષિય વિદ્યાર્થીની તેની હોસ્‍ટેલમાં હત્‍યા કરી દેવામાં આવી છે. આ મામલામાં કોરિયન રૂમમેટની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક વિદ્યાર્થીનું નામ વરુણ મનીષ છેડા હોવાનું કહેવાય છે. જે પરડ્‍યૂ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરી રહ્યો હતો. જે સાથીની ધરપકડ કરવામાં આવી છે, તે તેનો રૂમમેટ પણ હતો.

પોલીસે બુધવારે જણાવ્‍યું છે કે, ઈંડિયાનાપોલીસના રહેવાસી વરુણ મનીષ છેડા પરડ્‍યૂ યુનિવર્સિટી પરિસરમાં પશ્ચિમમાં આવેલા મેક્‍ચિયોન હોલમાં મૃત અવસ્‍થામાં મળી આવ્‍યો હતો.

પરડ્‍યૂ યુનિવર્સિટીની પોલીસે જણાવ્‍યું છે કે, બુધવારે એક અન્‍ય યુનિવર્સિટીના એક છાત્રની હત્‍યાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્‍યો છે. પરડ્‍યૂ યુનિવર્સિટીના પોલીસ પ્રમુખે જણાવ્‍યું છે કે, સાઈબર સિક્‍યોરિટી વિષયનો અભ્‍યાસ કરી રહેલા કોરિયન વિદ્યાર્થઈ જી મિન જિમી શાને મંગળવારે મોડી રાતે ૧૨.૪૫ વાગ્‍યે ૯૧૧ સેવા પર ફોન કરીને પોલીસને વરુણના મોત વિશે જાણકારી આપી છે.

વરુણ યુનિવર્સિટીમાં ડેટા સાયન્‍સનો અભ્‍યાસ કરી રહ્યો હતો. પોલીસે તેના શરીર પર કેટલીય ઘા અને ઈજાના નિશાન જોયા, રિપોર્ટમાં કહેવાયુ છે કે, છેડાનુ મોત કેટલાય ઘા મારવાથી થયું છે.

વરુણના બાળપણના દોસ્‍ત અરુનાભ સિન્‍હાએ જણાવ્‍યુ હતુ કે, મંગળવાર રાતે વરુણ દોસ્‍તો સાથે ઓનલાઈન ચેટીંગ કરી રહ્યો હતો. સાથે જ તે ગેમિંગમાં પણ વ્‍યસ્‍ત હતો. ત્‍યારે આવા સમયે વરુણે બૂમો પાડી, તે સમયે અરુનાભ દોસ્‍તો સાથે રમતો નહોતો, પણ મિત્રોએ જણાવ્‍યું કે, હુમલાનો સ્‍પષ્ટ અવાજ સંભળાતો હતો. તેને ખબર નથી કે શું થયું ? બુધવારે સવારે તેને વરુણની બત્‍યાની વાત ખબર પડી. આ અગાઉ આઠ વર્ષ પહેલા પણ કેમ્‍પસમાં આવી ઘટના થઈ હતી.

(10:33 am IST)