Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં સુરક્ષાબળો અને આતંકવાદી સમૂહ વચ્ચે સંઘર્ષ: ત્રણ જવાનો સહીત 18 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં સુરક્ષાબળો અને આતંકવાદી સમૂહ તાલિબાન વચ્ચે થયેલ સંઘર્ષમાં ત્રણ જવાનો સહીત 18 આતંકવાદીઓના મોત નિપજ્યા છે.અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન આતંકવાદીઓએ રાઇફલ અને મશીનગન સાથે કલાય- એ-જલ જિલ્લામાં રવિવારના રોજ રાત્રીના સમયે હુમલો કર્યો હતો.

                        આ હુમલા પછી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો અને આતંકવાદીઓએ  જિલ્લાના કાર્યાલયની બિલ્ડીંગો અને મુખ્યાલયમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સુરક્ષા  કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત રહેતા તેમનો આ પ્રયાસ અસફળ રહ્યો હતો અને તે ત્યાંથી ભાગવા માટે મજબુર બની ગયા હતા.

(6:23 pm IST)