Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમેરિકાના જંગલમાં મળી આવ્યો અજીબોગરીબ પ્રકારનો સાપ: ઘટનાની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: અમેરિકાના જંગલમાં એક અજીબોગરીબ પ્રકારનો સાપ જોવા મળ્યો છે આ જોઈને એક શખ્સના હોશ ઉડી ગયા હતા. ન્યૂજર્સીમાં પર્યાવરણ સલાહકારને જંગલમાં એક ફરતો બે મોઢાવાળો સાપ જોવા મળ્યો હતો જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

        એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે આ સાપને બે લોકોએ પકડ્યો હતો જો બર્લિગટન કાઉન્ટીમાં હપેટોલોજિકલ એસોસિએટ્સ માટે કામ કરે છે. આ સપનું નામ ડેવ રાખવામાં આવ્યું છે કારણ કે આ નામના વ્યક્તિએ આ સાપને પકડ્યો છે. આ એક અજીબોગરીબ પ્રકારનો  સાપ દેખાઈ રહ્યો છે જેની  ચાર આંખ બે માથા અને બે જજિભ નજરે પડી રહી છે પરંતુ તેમનું શરીર માત્ર એક જ છે.

(5:33 pm IST)