Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પોતાના બેગમાં 6 દિવસના બાળકને સંતાડીને લાઈન જતી મહિલાની એરપોર્ટ પરથી ધરપકડ

નવી દિલ્હી: એક બેગમાં 6 દિવસની નવજાત બાળકીને છુપાવીને લઈને દેશની બહાર જવાનો પ્રયાસ કરતી એક અમેરિકી મહિલાની ફિલિપીનના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મનિલા એરપોર્ટ પરથી બુધવારના રોજ આ મહિલાની રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. તેમને બોર્ડિંગ ગેટ પર રોકી લેવામાં આવી હતી. આ મહિલા પર માનવ તસ્કરીનો  ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:32 pm IST)