Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

૯૬ વર્ષના દાદાજીએ ૪૮ મિનિટમાં ૪૨ મીટર ઉંડી ડૂબકી લગાવી

લંડન,તા.૭:બીજા વિશ્વયુદ્ધમાં લડી રહેલા પૂર્વ સૈનિક રે. વુલેએ તેમના ૯૬માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી અને તેમણે પોતાના જ રેકોર્ડ તોડી બતાવ્યો હતો. ૨૮ ઓગષ્ટે તેમણે અન્ય ૪૭ ડાઇવરોની સાથે ડૂબકી લગાવી હહતી. આ વખતે તેઓ ૪૮ મિનિટમાં ૪૨.૪ મીટર ઉંડી ડૂબકી લગાવીને પાછા આવ્યા હતા. આટલી મોટી વયે સ્નોર્કેલિંગ કરવાનું એ જબરૃં સાહસ છે. જો કે ૭૫ વર્ષની વય પછી તો તેમને સમુદ્રમાં ડુબકી લગાવીને ફરવાનું બહુ જ ગમવા લાગ્યું હતું. ત્રણેય વર્ષ પહેલા તેમણે ૪૪ મિનિટમાં ૪૦.૬ મીટર સુધીની ડુબકી મારી હતી. આ વખતે તેમણે પોતાના જ રેકોર્ડ તોડીને ૪૨.૪ મીટર ઉંડી ડુબકીનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમના સાહસો પર હવે ડોકયુમેન્ટરી ફિલ્મ બની છે. જેનું નામ છે'લાઇફ બિગિન્સ એટ ૯૦'.

(3:32 pm IST)