Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ડોરિયન તોફાનથી બચાવવા માટે પ્રાણીપ્રેમી મહિલાએ ૯૭ ડોગીઓને પોતાના ઘરમાં આશરો આપ્યો

લંડન,તા.૭:કેરેબિયન દ્વીપમાં બહામાસની રાજધાની નાસાઉમાં ત્રીજી ડિસેમ્બરે આવેલા સમુદ્રી તોફાન ડોરિયને આખા ટાપુુનું જનજીવન તશસનહસ કરી નાખ્યું છે. એમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાળતુ પ્રાણીઓ પાણીમાં વહી ગયાં છેે. દરેકને પોતાના પરિવાર અને ઘરની ચિંતા હતી ત્યારે ચેલા ફિલિપ્સ નામની પ્રાપીપ્રેમી મહિલાએ તેની આસપાસમાં રહેતા ૯૭ ડોગ્સને પોતાના ઘરમં આશરો આપીને બચાવી લીધા હતા. સોશ્યલ મીડિયામાં ચેલાબહેનની ઘણી પ્રશંસા થઇ રહી છે. ચેલાએ આ ડોગીઓને ખવડાવ્યું-પીવડાવ્યું અને ઘરની અંદર જ રાખી લીધાં . આટલી મોટી સંખ્યામાં ડોગીઓ હોવાથી તેના પોતાના માટે ધરમાં ચલાવાની જગ્યા બહુ ઓછી બચી હતી. તેના બેડરૂમમાં પણ આ ડોગીઓ આરામ ફરમાવી રહ્યા હતા. નવાઇની વાત એ છે કે તેમને જાળવવા માટે ચેલાએ ક્રાઉડ-ફન્ડિંય માટે ફેસબુક પર અપીલ કરી ત્યારે અપીલને એટલો સરસ પ્રતિસાદ મળ્યો કે જોતજોતામાં ૭૩ હજાર ડોલર એટલે કે ૫૨.૨૫ લાખ રૂપિયા જમા થઇ ગયા.

(3:31 pm IST)