Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જ્યારે વાંચવામાં મન ન લાગે ત્યારે Follow કરો આ ટિપ્સ

મોટાભાગના બધા સ્ટુડન્ટની એ સમસ્યા હોય છે કે તેમને વાંચવામાં મન નથી લાગતું. તૈયારી એ કોઈપણ પરીક્ષાની કેમ ન હોય, પછી તે સ્કુલની હોય કે બોર્ડની. પરંતુ, ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભણતર જરૂરી છે.

જો તમને સ્ટડીઝમાં મન ન લાગે તો તેનું કારણ જાણવું આવશ્યક છે કે આપણું મન અભ્યાસમાં કેમ નથી લાગતું. ત્યારે આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકશું.

. વાંચન હંમેશાં ટેબલ અને ખુરશી પર બેસીને જ કરવું. બેડ કે પલંગ પર સુતા-સુતા કયારેય ન વાંચવું. સુતા સમયે વાંચવાથી વાંચેલું જરા પણ મગજમાં નથી જતું. પરંતુ, ઊંઘ આવવા લાગે છે.

. વાંચતા સમયે ટીવી ન જોવું અને રેડિયો કે સોન્ગ્સ ન સાંભળવા.

. વાંચતા સમયે મોબાઈલ સ્વીચ ઓફ કરવો કે સાઈલેન્ડ મોડમાં કરી દેવો, 'મોબાઈલ વાંચન નો શત્રુ છે.'

. કોઈપણ વાકયને ઓછામાં ઓછુ ત્રણ વાર તો વાંચવું જ.

. ગોખણપટ્ટિની પ્રવૃત્તિથી બચવું, જે પણ વાંચો તેના પર વિચાર મંથક કરીને વાંચવું.

. શોર્ટ નોટ્સ જરૂર બનાવવી જેથી પરીક્ષા સમથે તે નોટ્સ સરળતાથી યાદ આવે.

. વાંચેલા ટોપિકસ પર વિચાર-ચર્ચા પોતાના મિત્રો સાથે અવશ્યક કરવી, ગૃપ ડિસ્કશન અભ્યાસ ફાયદાકારક છે.

. ચિત્રો, આલેખ, રેખાચિત્રો વગેરેની મદદ લેવી. આ વધારે યાદ રહે છે.

. વાંચનમાં તમે કમ્પ્યુટર અથવા ઈન્ટરનેટની મદદ લઈ શકો છો.

(11:16 am IST)