Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રોજ દેશી ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, અને અન્ય બિમારીથી પણ છૂટકારો મળે છે

મોટાભાગના લોકોને દેશી ઘી ખાવાનું ઓછું પસંદ હોય છે. કારણ કે એમને લાગે છે કે ઘી ખાવાથી ચરબી વધે છે પરંતુ એવું થતું નથી. એમાં વિટામીન ભરપૂર માત્રામાં મળી આવે છે. માત્ર સ્વાસ્થ્ય માટે નહીં આ સ્કીન અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ એક ચમચી ઘી ખાવાથી શરીરને  ફાયદા થાય છે.

 ઘી ખાવાથી પાચન ક્રિયા મજબૂત બને છે.

 હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો ઘી લ્યુબ્રિકેન્ટનું કામ કરે છે.

 કબજિયાતને ખતમ કરવા માટે ઘી બહુ ફાયદાકારક સાબિત થાય છે.

 દાળમાં થોડું ઘી નાખીને ખાવાથી ગેસની સમસ્યા થતી નથી.

 ઘીનું સેવન આંખોને પણ તેજ બનાવે છે. તેનાથી આંખો પર પડતો દબાણ ઓછો થઈ જાય છે. જેથી ગ્લૂકોમાના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે.

 ત્વચા ફાટી ગઈ હોય કે રૂક્ષ થઈ ગઈ હોય તો દેશી ઘી ત્વચાને સોફ્ટ અને મોઈશ્યરાઈઝ કરે છે સાથે જ તે ત્વચાની કાંતિ વધારે છે. તમે દેશી ઘીથી દરરોજ ચહેરાની મસાજ પણ કરી શકો છો.

 દેશી ઘીનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેનાથી આપણું હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.

 દેશી ઘીમાં વિટામિન કે૨ હોય છે, જે બ્લડ સેલ્સમાં જામેલા કેલ્શિયમને દૂર કરે છે જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

 દેશી ઘીનું સેવન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદ કરે છે. જેના કારણે ઈન્ફેકશન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.

 દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી. દેશી ઘીનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવી જાય છે.

(11:16 am IST)