Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

તણાવથી છુટકારો મેળવવા જાપાનના લોકો કરી રહ્યા છે સ્થળાંત્તર

નવી દિલ્હી:તણાવ આજે દુનિયાભરમાં એક મોટી સમસ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તણાવ એ જ તમામ બીમારીઓનું ઘર છે. એનાથી જેટલું દૂર રહી શકાય તેટલું સારું.પણ આજના જમાનાની રહેણીકરણીએ આપણે સૌને તણાવના ગુલામ બનાવી દીધા છે.તણાવમુક્ત રહેવા માટે લોકો જાત જાતની દવાઓ લે છે.કોઈ મેડિટેશન કરે છે તો કોઈ યોગ. તો જાપાનના લોકો તણાવ મુક્ત રહેવા માટે કુદરતના શરણે જઈ રહ્યા છે.ફૉરસ્ટ ગાઇડ અને થેરેપિસ્ટ તસ્યોશી મસુઝાવાનું કહેવું છે કે જાપાનની રાજધાની ટોક્યોમાં તણાવથી દૂર રહેવા પ્રકૃતિની નજીક જવાને મંત્ર અને ખજાનો બન્ને માનવામાં આવે છે.ટોક્યો કુદરતના સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલોમાં દરેક બીમારીનો ઇલાજ ઉપલબ્ધ છે.અહીંયા દરેક પ્રકારની જડીબુટ્ટીઓ ઉપલબ્ધ છે. આનો સ્વાદ ભલે કડવો હોય પણ આ રોગને મૂળમાંથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

(5:59 pm IST)