Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નર્સરીમાં ઊંઘી ગયેલું બાળક ઊઠીને દફતરની જગ્યાએ ખુરસી ખભે ભરાવીને ઘરે ચાલ્યું

સોશ્યલ મીડિયા પર ફિલિપીન્સની એક નર્સરીમાં બનેલી ઘટનાનો મજેદાર વિડિયો ફરી રહ્યો છે. એમાં એક ટાબરિયું સ્કૂલમાં ડેસ્ક પર જ ઊંઘી હયું હોય છે. તે એટલું ઘસઘસાટ ઊંઘમાં છે કે ઘરે જવાનો સમય થઇ ગયો છે એનીયે તેને ખબર નથી પડતી. બીજા બધા છોકરાઓ નીકળે છે એટલે ટીટર આ ઊંઘતા બાળક પાસે આવે છે અને તેના પુસ્તકો અને કમ્પાસ-બોકસ એકઠાં કરીને તેના દફતરમાં પેક કરી દે છે. જોકે એટલામાં કાચી ઊંઘમાંથી બાળક જાગે છે. ઘરે જવાનો સમય થઇ ગયો છે એવું ભાન થતાં ભાઇસાહેબ પાછળ પડેલી ખુરસીને પોતાની સ્કૂલ-બેગ સમજીને ખભે ભરાવીને રૂમની બહાર નીકળી જાય છે.

(4:01 pm IST)