Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વર્લ્ડમાં ૧.૪ અબજ લોકો પુરતી કસરત નથી કરતા

લંડન તા.૭: વિશ્વની ૧.૪ અબજ લોકોની વસ્તીમાંથી પચીસ ટકા લોકો પુરતા પ્રમાણમાં શારીરિક વ્યાયામ નહીં કરતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ()ના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. ૨૦૦૧થી એ પરિસ્થિતિમાં ખાસ ફેર પડયો નથી. આળસ કે પ્રવૃતિહીનતાને કારણે હાર્ટ-ડિસીઝ કે ટાઇપ-ટુ ડાયાબિટીઝ ઉપરાંત વિવિધ પ્રકારનાં કેન્સર પણ થઇ શકે છે.

સોૈથી ઓછી પ્રવૃતિ કરતા લોકોનું પ્રમાણ બ્રિટન જેવા ઉંચી આવક ધરાવતા દેશોમાં વધારે છે. એશિયાના બે પ્રાંતોને બાદ કરતાં સમગ્ર વિશ્વમાં મહિલાઓ સોૈથી વધારે બેઠાડું પ્રકૃતિની જણાઇ હતી. ..ના સંશોધકોએ લેન્સેટ ગ્લોબલ હેલ્થ સ્ટડી માટે ૧૬૮ દેશોના ૧૯ લાખ લોકોના ૩૫૮ પોપ્યુલેશન બેઝડ સર્વેના સેલ્ફ રિપોર્ટેડ ડેટાનો અભ્યાસ કર્યો હતો.અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, બ્રિટન અને અમેરિકા જેવા હાઇ ઇન્કમ કન્ટ્રીઝમાં આળસુ અને ઝાઝી પ્રવૃતિ નહીં કરતા લોકોનું પ્રમાણ ૨૦૦૧માં ૩૨ ટકા હતું એમાંથી વધીને ૨૦૧૬માં ૩૭ ટકા પર પહોંચ્યું હતંુ. લો ઇન્કમ કન્ટ્રીઝમાં એ પ્રમાણ ૧૬ ટકા પર સ્થિર રહયું હતું.આખા અઠવાડિયામાં કુલ મળીને ૧૫૦ મિનિટ હળવી કસરતકે ૭૫ મિનિટની સખ્ત કસરત પણ કરતા ન હોય એવા લોકોને આળસુ કે ઓછી પ્રવૃતિ કરનારા ગણાવાય છે. વ્યાયામ કે શારીરિક પ્રવૃતિ ઓછી કરનારા લોકોના વધારે આંકડા ધરાવતા દેશોમાં જર્મની, ન્યુઝીલેન્ડ અને અમેરિકાનો સમાવેશ છે. ઇસ્ટ અને સાઉથ-ઇસ્ટ એશિયા, સેન્ટ્રલ એશિયા અને મિડલ -ઇસ્ટ કન્ટ્રીઝની મહિલાઓને બાદ કરતાં વિશ્વના અન્ય તમામ દેશોમાં મહિલાઓ બેઠાડું અને ઓછી પ્રવૃતિ કરનારી હોવાનું નોંધાયું છે.

(4:37 pm IST)