Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગર્ભાવસ્થા દરમિયાન સારા પોષણ માટે અપનાવો આ ડાયટ પ્લાન

ગર્ભાવસ્થા દરમિયાન જંક ફૂડથી દૂર રહો : ઘીની વાનગીનું સેવન પણ સીમિત માત્રામાં કરવુ

ગર્ભાવસ્થા એક એવો સમય છે, જ્યારે માંને સારા પોષણની જરૂર હોય છે. આ દરમિયાન પોષણ બાળકના વિકાસ અને માંના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. માંએ ધ્યાન રાખવુ જોઈએ કે તેના પોષણમાં વિટામીન અને મિનરલ્સની ખામી ન હોય. ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય ડાયટ ચાર્ટ બનાવવો અને તેનું પાલન કરવુ જોઈએ. તેના માટે નિષ્ણાંતોએ અમુક ટીપ્સ આપી છે.

. ગર્ભાવસ્થા દરમિયાન તમે જે પણ આહાર લો છો, તેનાથી માત્ર તમારા શરીરને પોષણ મળતુ નથી, તમારા પેટમાં ઉછરી રહેલ બાળકનો વિકાસ પણ થાય છે. દરરોજ તમારા મૈક્રો અને માઈક્રો ન્યૂટ્રિએન્સની જરૂરીયાત વધતી જાય છે.

. તમારે બધા પ્રકારનું ભોજન તમારા આહારમાં સામેલ કરવુ જોઈએ. તેના માટે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે બધા પ્રકારના ભોજનમાં ઓછામાં ઓછા ત્રણ ગ્રુપ સંતુલીત માત્રામાં સામેલ હોય. જંક ફુડના સેવનથી દૂર રહેવુ જોઈએ. કારણ કે, તેનાથી તમારૂ વજન વધશે અને પોષક પદાર્થોની ખામી સર્જાશે.

. સામાન્ય રીતે આપણા દેશમાં ગર્ભાવસ્થા દરમિયાન વધારે ઘીમાંથી બનેલ વસ્તુ ખાવાની સલાહ આપવામાં  આવે છે. જોકે આ પ્રકારના ખોરાકના પોતાના ફાયદા છે, પરંતુ તેનું સેવન (સીમીત) માત્રામાં કરવુ જોઈએ. નહિંતર વજન ઝડપથી વધવા લાગે છે અને બાળકના જન્મ બાદ વજન ઘટાડવુ બહુ મુશ્કેલ બની જાય છે. તેથી આ સમય દરમિયાન સક્રિય રહો અને સ્વસ્થ આહાર લો.

. તમારા આહારમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ જેવા બધા પ્રકારના સમૂહોના પોષક પદાર્થ સામેલ થવા જોઈએ.

. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને ખૂબ જ ભૂખ લાગે છે અને ભૂખ લાગતા મોટા ભાગની મહિલાઓ જંક ફૂડ અને અસ્વસ્થ આહારનું સેવન કરે છે. આવા ભોજનમાં કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. પરંતુ, પોષક પદાર્થોની કમી હોય છે. તેથી તમારા આહાર પર ધ્યાન આપવુ જરૂરી છે.

. જો તમને કોઈ ભોજન ભાવતુ નથી તો, તમારા સ્વાસ્થ્ય અને તમારા બાળકના સારા વિકાસ માટે તમે તમારા ડાયટીશિયન સાથે વાત કરી તેનો કોઈ અન્ય વિકલ્પ શોધી કાઢો. જેનાથી તમારી પોષણ સંબંધી બધી જરૂરિયાત પૂરી થઈ શકે.

. દિવસમાં બે-ત્રણ વાર પેટ ભરીને ખાવાને બદલે ઓછી ઓછી માત્રામાં વારંવાર ખાવુ. તેનાથી પાચનની સમસ્યા પણ થતી નથી. આ ઉપરાંત નિયમીત વ્યાયામ કરવુ, જેનાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બની રહેશે અને તમે ગર્ભાવસ્થા દરમિયાન ફિટ અને ચુસ્ત બની રહેશો.

 

(10:00 am IST)