Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જાપાનમાં કોરોનાની મહામારીના કારણોસર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી

નવી દિલ્હી: જાપાનમાં કોરોના વાયરસની મહામારીના કેસો વધતા ફરી વખત 'કટોકટી'ની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવાની કડક સૂચના અપાઇ છે. મધ્ય જાપાનમાં, રાજ્યપાલે કોરોના વાયરસના ચેપના કેસોમાં વધારો થયા પછી ગુરુવારે કટોકટીની ઘોષણા કરી અને કહ્યું કે ઉદ્યોગો અને લોકોએ તેમની પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ, ખાસ કરીને આગામી રજા દરમિયાન જુલાઈના મધ્યભાગથી ઈકી પ્રીફેકમાં દરરોજ નવા કેસો આવી રહ્યા છે. નાગોયા અને જાપાનની ટોચની ઓટો ઉત્પાદક ટોયોટા મોટર કોર્પોરેશનનું આ પ્રીફેકચર હેઠળ મુખ્ય મથક છે. રાજ્યપાલ હિડ્યાકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ વ્યવસાયોને બંધ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમજ ચેપ ફેલાતો અટકાવવા લોકોને રાત્રે ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે.

(7:44 pm IST)