Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોનાના કારણોસર યુકેમાં પીઝા હટના સેંકડો આઉટલેટ્સ બંધ થવાની તૈયારીમાં

નવી દિલ્હી: આર્થિક સંકટમાંથી ઉગરવા માટે પીઝા હટ દ્વારા ફાઈનાન્સિયલ એડવાઈઝરો સાથે વાટાઘાટો હાથ ધરાઈ હતી. તેના પરિણામે યુકેમાં પીઝા હટના સેંકડો આઉટલેટ્સ બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. પીઝા હટે નાદારી કરારની શક્યતાઓની ચકાસણીની કામગીરી અલ્વારેઝ એન્ડ એએમપી માર્સલ એડવાઈઝર્સને સોંપી છે. આ કરાર થાય તો હજારો કર્મચારીઓ નોકરી ગુમાવશે.

         ૨૯ જુલાઈએ પીઝા હટ દ્વારા જણાવાયું હતું કે તેની ૨૧૩ રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો માટે ૧૦ ઓગસ્ટ સુધીમાં શરૂ થશે અને બાકીની તે પછી શક્ય તેટલી વહેલી ખૂલશે. યુકેમાં હાલ પીઝા હટની કુલ ૨૪૪ શાખા અને ૫,૭૦૦ કર્મચારીઓ છે. જોકે, આ પગલાંની યુકેમાં આવેલી ૩૮૦ પીઝા હટ ડિલીવરી શાખાઓ પર કોઈ અસર નહીં પડે કારણ કે તે પીઝા હટ રેસ્ટોરન્ટ્સની માલિકીની છે, જે અલગ છે.

(7:43 pm IST)