Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 6 અઠવાડિયાનું લોકડાઉન લગાવવામાં આવ્યું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા.

          મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આર્થિક પ્રવૃત્તિ બંધ થવાથી 2,50,000 જેટલા લોકો કામ નહીં કરી શકે. લોકડાઉનના પગલે રિમોટ એજ્યુકેશનન શરૂઆત કરવામાં આવી છે.

(7:41 pm IST)