Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ખાંસવા-છીંકવાવાળી વ્યક્તિની નજીક રહેવા કરતા પણ વધારે ખતરનાક છે આ જગ્યાઓ પર જવું:વધી શકે છે કોરોનાનો ભય

નવી દિલ્હી: corona સંક્રમિત દર્દીઓનાં ખાંસવા-છીંકવા અથવા જોરથી બોલવાથી વાયરસ તેમના મોઢામાંથી ઝડપથી નીકળે છે. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો કોરોના સંક્રમિત દર્દી ગીત ગાઇ રહ્યો છે. ખાસ કરીને ભીડમાં તો મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી શકે છે. બ્રિટનના સાઇંટિફિક એડવાઇઝરી ગ્રુપ ઑફ ઇમરજન્સીના જાણકારોનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના ગીત ગાવાથી શ્વાસ લેવા અથવા વાત કરવાની તુલનામાં વધુ વાયરસ એરોસોલ રૂપે બહાર આવે છે. જે આસપાસ રહેલા લોકો માટે ખતરનાક છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સંગીતકાર જ્યાં ગીત ગાઇ રહ્યો છે ત્યાં પણ સતર્ક રહેવાની જરૂર છે. શક્ય હોય તો આ પ્રકારના કાર્યક્રમમાં સામલે ન થવુ જોઇએ. દેશમાં કોરોના સંક્રમણના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટ પ્રમાણે હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

(7:40 pm IST)
  • દેશમાં કોરોનાએ સ્પીડ પકડી : સતત બીજા દિવસે 60 હજારથી વધુ કેસ પોઝિટિવ :છેલ્લા 24 કલાકમાં નવા 61,455 કેસ નોંધાયા:રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 20,86,864 થઇ : એક્ટિવ કેસ 6,16 160 થયા : રેકોર્ડબ્રેક 50,387 દર્દીઓ રિકવર થતા કુલ 14,27,669 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 937 લોકોના મોત સાથે મૃત્યુઆંક 42,578 થયો access_time 1:12 am IST

  • ' વંદે ભારત મિશન ' : વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવાનું સૌથી મોટું અભિયાન : અત્યાર સુધીમાં 9 લાખ 50 હજાર ઉપરાંત ભારતીયો વતનમાં પાછા આવી શક્યા : 1 ઓગસ્ટથી શરૂ થયેલા પાંચમા મિશનમાં 1 લાખ 30 જેટલા ભારતીયોને વતનમાં લાવવાનો લક્ષ્યાંક : વિદેશ મંત્રાલય પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી access_time 12:32 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે 14 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા : મૃત્યુઆંક 42 હજારને પાર પહોંચ્યો: રાત્રે 8 વાગ્યા સુધીમાં વધુ 26,502 દર્દીઓ સાજા થતા કુલ 14,03,886 લોકોએ કોરોના ને મ્હાત આપી : વધુ 388 લોકોના મોત સાથે મૃત્યુઆંક 42,026 થયો access_time 8:32 pm IST