Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પીઝાના ટાવરને ટકકર મારે તેવું ''ઢળતુ'' માતૃઋણ મંદિર

ઇટલીનો  પીઝાનો  ટાવર માત્ર ૪ ડિગ્રી નમેલો છે અને વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ પામ્યો છે. ત્યારે વારાણસીમાં મણીકર્ણીકા ઘાટ પાસે આવેલ રત્નેશ્વર અથવા તો માતૃઋણ મંદિર ૯ ડિગ્રી નમેલુ છે અને તે પણ મહાન રાજા માનસિંહના સમયથી છે. કમનસીબે આપણે ત્યાં પણ આ મહાન સ્થાપત્યનો ટુરીઝમ નકશામાં પણ સમાવેશ નથી. પીઝા નો ટાવર ૫૪ મીટર ઉંચો છે જયારે આ મંદિર ૭૪ મીટર ઉંચુ હોવાનું કહેવાય છે. ભારત સરકાર આ સ્થાપત્યને વિશ્વ વિખ્યાત ટુરીસ્ટ પ્લેસ ન બનાવી શકે ?  આ મંદિર તારકેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ છે. ૧૭૯૫માં અહલ્યાબાઇ હોલકરે બંધાવેલ. કહેવાય છે કે ભગવાન શીવજીએ અહિં બે મંદિર વચ્ચે ''તારક'' મંત્રોચ્ચાર કરેલ. ૧૮૩૨માં જેમ્સ પ્રીન્સેપે બનારસ (વારાણસી)નું આ સૌથી પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત હોવાનું વર્ણવેલ છે.(ટવીટરમાંથી)

(12:57 pm IST)
  • ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય વેગવંતુ : નિયત સમયમાં કામ પુરૂ કરવાનું લક્ષ્ય :રામનગરીમાં એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ બનશે : અયોધ્યાથી ચિત્રકુટ, મધ્યપ્રદેશ વચ્ચે ૩૦૦ કરોડના ખર્ચે રામજીના વનવાસ દરમિયાનના સ્થળોને જોડતા કોરીડોરનું નિર્માણ access_time 12:58 pm IST

  • ભારતીય વાયુસેના માટે 75 પિલેટસ ટ્રેનર વિમાનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં ઇડીએ દેશભરમાં દરોડા પાડ્યા છે : અગાઉ સીબીઆઈ અને ઇડીએ રોબર્ટ વાદ્રાની નજીકના મનાતા સંજય ભંડારી સામે જૂન 2019 માં આ મામલે કેસ દાખલ કર્યો હતો access_time 6:19 pm IST

  • દેશમાં કોરોનાએ સ્પીડ પકડી : સતત બીજા દિવસે 60 હજારથી વધુ કેસ પોઝિટિવ :છેલ્લા 24 કલાકમાં નવા 61,455 કેસ નોંધાયા:રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 20,86,864 થઇ : એક્ટિવ કેસ 6,16 160 થયા : રેકોર્ડબ્રેક 50,387 દર્દીઓ રિકવર થતા કુલ 14,27,669 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 937 લોકોના મોત સાથે મૃત્યુઆંક 42,578 થયો access_time 1:12 am IST