Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અંતિમ સંસ્કારમાં ગયેલ એક પરિવાર પર ગોળીબારી થતા ચારના મોતથી અરેરાટી

નવી દિલ્હી: હોંડુરાસના ઉતરી શહેર સન પેડ્રો સુલામાં થયેલ  ગોળીબારીની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગોળીબારી એ સમયે થઇ હતી જયારે એક પરિવાર એક સભ્યના અંતિમ સંસ્કારની વિધિમાં કબ્રસ્તાનમાં પહોંચ્યો હતો જયારે અચાનક જ થયેલ ફાયરિંગમાં એક પરિવારના ચાર લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો તેમજ ત્રણ મહિલા અને એક પુરુષને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:01 pm IST)