Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

તાલિબાનના હુમલામાં સેનાના ચાર જવાનો સહીત 4 મહિલાના મોત

નવી દિલ્હી: તાલિબાનના પશ્ચિમી ફરાહ પ્રાંતમાં એક સૈન્ય મથક પર કરવામાં આવેલ હુમલામાં ચાર જવાન સહીત 6 લોકોને ઇજા પહોંચી છે અફઘાનિસ્તાનના એક અધિકારી દ્વારા આ વાતની જાણકરી મળી રહી છે પ્રાંતીય ગવર્નર પ્રવક્તા મોહમ્મ્દ નાસેર મેહરીએ જણાવ્યું હતું કે બાલા બિલુક જિલ્લામાં આ હુમલો સોમવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો જે મંગળવાર સવાર સુધી ચાલ્યો હતો.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાન વાયુ સેનાને મદદ માટે બોલાવવામાં આવ્યા અને આ હવાઈ હુમલામાં 19 તાલિબાની લડાકુઓને મારવામાં આવ્યા છે તેમજ અન્ય 30 ઘાયલ છે.

(6:20 pm IST)