Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મેથેમેટિકસમાં સારા માર્ક જોઇતા હોય તો સીધા બેસીને પેપર લખો

નવી દિલ્હી, તા.૭: જો તમને મેથેમેટિકસથી ડર લાગતો હોય તો માત્ર બેસવાની રીતમાં ફેરફાર કરીને તમારા ડરને દૂર ભગાવી શકો છો અને એ વિષયમાં સારા માર્ક પણ મેળવી શકો છો. અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં આ વિશે એક રિસર્ચ કરવામાં આવ્યા બાદ એના તારણમાં આમ જણાવવામાં આવ્યું છે. આ રિસર્ચ વિશે જર્નલ ન્યુરો રેગ્યુલેશનમાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે કે પ૦ ટકા કરતાં વધુ લોકોએ ગણિતની પરીક્ષામાં સીધા બેસીને સારા માર્ક મેળવ્યા છે, જયારે આગળની તરફ નમીને બેસનારા સ્ટુડન્ટસ વધુ સવાલના ઉકેલ મેળવી નથી શકયા. ગણિતના વિષયથી ડરનારા લોકો માત્ર તેમની બેસવાની પદ્વતિમાં ફેરફાર કરીને મોટો ફાયદો મેળવી શકે છે. સંશોધનમાં કોલેજના ૧૨પ સ્ટુડન્ટસને સામેલ કરી ગણિતના વિષયમાં તેમનો દેખાવ અને ગભરાટનું સ્તર જોવામાં આવ્યાં હતાં. સીધા બેસનારા સ્ટુડન્ટસમાંથી પ૬ ટકા સ્ટુડન્ટન્સ પ્રશ્નપત્રના ઉકેલ સરળ રીતે શોધી શકયા હતા. નમીને બેસવાથી મગજમાં જૂની યાદો ફરી તાજી થઇ જાય છે. એને લીધે સ્ટુડન્ટસની સક્રિયતા ઓછી થઇ જાય છે અને તેમનું મગજ સરખી રીતે કામ કરી શકતું નથી. પરિણામે મગજ સ્પષ્ટ રીતે કંઇ વિચારી શકતું નથી.

(3:51 pm IST)