Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

દર શનિવારે શાંધાઇમાં મળે છે મેરેજ-મેળો

બીજીંગ તા ૭ : ચીનના શાંધાઇમાં પીપલ્સ પાર્કમાં છેલ્લા કેટલાય વર્ષોથી લગ્નનું અનોખું બજાર ભરાય છે. આ બજરમાં લગ્ન કરવા માટે જરૂરી સામગ્રીઓ વેચાય છેએવું ધારી ન લેતા.આ બજારમાં લગ્ન માટેના જોડકા બનાવવાનું કામ કરવા માટે ભરાય છે. કડકડતી ઠંડી હોય, વરસાદ હોય કે પસીને ભીંજાઇ જવાય એવી ગરમી હોય, બારેમાસ અહીં લગ્નોત્સુક લોકો મેચમેકિંગમાટે એકઠા થાય છે. આ બજારમાં લોકો પોતાનો બાયોડેટા લખીને કાં તો દોરીઓ પર લટકાવે છે કાં પછી છોકરા-છોકરીઓ જાતે પોતાનો પ્રોફાઇલ લઇને રોડની કિનારીએ બેસે છેે, કહેવાય છે કે પીપલ્સ પાર્કમાં સવારેચાલવા આવતા લોકો દ્વારા આ બજારશરૂ થયું હતું.લોકો ચાોવા આવે ત્યારે પોતાના સંતાનોનાં લગ્ન માટે એકબીજા સાથે વાતો કરતા અને કયારેક એકમેક સાથે બાયોડેટા પણ એકસચેન્જ કરતા હતા બસ એ પછી તો અનોૈપચારિક રીતે અહીં ખાસ મેચમેકિંગ માટે જ લોકો પોતાનો બાયોડેટા લઇને આવવા લાગ્યા અને રીતસરનું લગ્નબજાર શરૂ થઇ ગયું ચીનમાં છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા ઘણી જ વધારે છે એને કારણે છોકરાઓના માતા-પિતા અને દાદા-દાદીઓને તેમના દીકરાઓનાં લગ્જ ગોઠવવામાં બહુ મુશ્કેલી પડે છે.

(3:43 pm IST)