Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

તમે લાલ મરચાના ફાયદા વિશે જાણો છો?

શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, લાલ મરચુ ખૂબ ખાવુ જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ ખૂબ જ ઓછુ થાય છે અને જીંદગી પણ લાંબી થાય છે. શોધના નિષ્કર્ષો પાસેથી એ વાત જાણવા મળી કે લાલ મરચુ ખાવાથી મૃત્યુ દરમાં લગભગ ૧૩ ટકા સુધી ઘટાડો થાય છે, જે મુખ્ય હૃદય રોગ અથવા સ્ટ્રોકના ગંભીર કારણે થાય છે. જે લોકો નિયમીત તીખા લાલ મરચાનું સેવન કરે છે, તેના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ જ ઓછી હોય છે.

વરમોંટ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, 'ટ્રાન્સિએન્ટ રિસેપ્ટર પોટેંશિયલ (ટીઆરપી) ચેનલ, જે કેપ્સીચીન જેવા એજન્ટોના પ્રાથમિક રિસેપ્ટર્સ હોય છે. લાલ મરચાનું સૌથી પ્રમુખ તત્વ છે. તેની જીવનકાળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.' તેઓએ વધુમાં જણાવ્યું કે, એવુ માનવામાં આવે છે કે કેપ્સીચીન જ મોટાપો દૂર કરવા અને ધમનીઓમાં રકતપ્રવાહને નિયંત્રિત કરવામાં સેલુલર અને આણવિક તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં માઈક્રોબિયલ વિરોધી ગુણ પણ હોય છે. જે સંભવતઃ આંતરડાના માઈક્રોબાયોટામાં બદલાવ કરી અપ્રત્યક્ષ રીતે તેના પર વ્યકિતના જીવનકાળને વધારવામાં યોગદાન આપે છે. આ શોધ માટે લગભગ ૧૬૦૦૦ અમેરીકનોનો ૨૩ વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(9:56 am IST)