Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આ દેશમાં ડિસેમ્બરની સાથોસાથ જુલાઈમાં પણ ઉજવાય છે ક્રિસમસ

નવી દિલ્હી: આમ તો વર્ષના અંતે ૨૫ ડિસેમ્બરે વિશ્વમાં ક્રિસમસ ઉજવાય છે પરંતુ દક્ષિણ ગોળાર્ધના કેટલાક ભાગોમાં ૨૫ જુલાઇએ પણ ક્રિસમસ ઉજવાય છે. દક્ષિણ ગોળાર્ધમાં કોમોરસ, મેડાગાસ્કર, બોલીવિયા, અંગોલા, ફેંચ પોલિનેશિયા, પાપૂઆ ન્યૂ ગિની, પારાગ્વે અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં જુલાઇ ક્રિસમસ ઉજવાય છે. જો કે આ દેશોમાં ૨૫ ડિસેમ્બરે પણ નાતાલની ઉજવણી થાય છે. આમ દક્ષિણ ગોળાર્ધના કેટલાક દેશોમાં વર્ષમાં બે વાર ક્રિસમસ હોય છે.  જુલાઇ ક્રિસમસ સામાન્ય રીતે ૧૨ જુલાઇથી શરુ થઇને ૨૫ જુલાઇ સુધી ચાલે છે. ટીવી ચેનલો પર જુલાઇ ક્રિસમસ માટે વિવિધ પ્રોડકટના સેલ અને ખાસ કરીને બાળકોના ઉપહાર માટેની જાહેરાતો આવે છે. વિવિધ પ્રકારની ગિફ્ટ માટેના આઇડિયા પણ આપે છે. સામાન્ય રીતે તેનું વેચાણ ૧ લી જુલાઇથી જ શરુ થઇ જાય છે. જુલાઇ મહિનાની ૨૫ મીએ સૌથી મોટી ઇવેન્ટ હોય છે. જુલાઇંમાં ક્રિસમસની શરુઆત કયારથી થઇ તે સ્પષ્ટ જાણવા મળતું નથી પરંતુ તેનું ચલણ વધતું જાય છે. એવું માનવામાં આવે છેે કે ૮૦ના દાયકામાં આઇરિશ પર્યટકોના એક ગ્રુપે સિડનીના બ્લૂ માઉન્ટેન ખાતે પ્રથમવાર જુલાઇ ક્રિસમસ ઉજવી હતી. સમર ટેમ્પરેચરથી રાહત મેળવવા આવેલા આ ટુરીસ્ટોને ઠંડીના માહોલમાં ૨૫ ડિસેમ્બરની ક્રિસમસ યાદ આવી હતી.પર્યટકોના હોટલના માલીકને જુલાઇ ક્રિસમસનો વિચાર ગમી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક સ્ટોરવાળા,ગિફ્ટ આર્ટિકલ અને કલોથ સોપ વાળાએ પણ તેનું અનુકરણ કર્યુ હતું. ત્યાર પછી મેડાગાસ્કર,બોલીવિયા અને અંગોલા જેવા દેશોમાં તેનું ચલણ વધ્યું હતું,

(6:48 pm IST)