Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નોર્વેના દરિયાકાંઠા નજીક 1917માં દફનાવાયેલ શબ આજે પણ એજ અવસ્થામાં સચવાયેલ મળ્યું

નવી દિલ્હી: ક્યાં જન્મ લેવો અને કયાં મરવું કોઇના હાથમાં નથી પરંતુ નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્વની વચ્ચે આવેલું લોંગયરબ્યેન દુનિયાનું એવું સ્થળ છે જયાં માણસના મુત્યુ થવા પર પ્રતિબંધ છે. આથી 2000 પરીવારોની વસ્તી ધરાવતા ઇલાકામાં કોઇનું મુત્યુ ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કોઇને એમ લાગે કે પોતાનું મુત્યુ નજીક છે તો વાતને ગંભીરતાપૂર્વક લઇને વિસ્તાર છોડવાનું કહેવામાં આવે છે. ઇમરજન્સી કેસ હોય કે કોઇ ડચકાં ખાતું ધ્યાનમાં આવે કે તરત વિમાનમાર્ગે નગરની બહાર લઇ જવામાં આવે છે.

          સૌથી નવાઇની વાત તો છે કે નગરના સ્થાનિક પ્રશાસન દ્વારા ઇટ ઇઝ ઇલ્લિગલ ટુ ડાઇના કાયદાની સૂચના પણ આપવામાં આવે છે. તેનું કારણ છે કે લોંગયરબ્યેનમાં બારેમાસ લોહી થીજાવી દે તેવી ઠંડી પડે છેજમીનમાં 10 થી માંડીને 40 મીટર સુધી બરફ પથરાયેલો છે. આથી શબની અંતિમક્રિયા કરવામાં આવે તો પણ ડેડ બોડી દાયકાઓ સુધી ઓગળ્યા કે, સડયા વગર એમ ને એમ પડી રહે છે. વર્ષો પહેલા એક પડી રહેલા ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે ઇસ 1917 માં દફનાવાયેલું શબ અવસ્થામાં સચવાયેલું હતું. દાયકાઓ પહેલા ઇન્ફલુએન્ઝાની બીમારીના લીધે જે માણસનું અવસાન થયેલુ તે રોગના વાઇરસ પણ જૈસે થે સ્થિતિમાં હતા.આથી વિસ્તારમાં ડેડબોડીના કારણે બીમારી ફેલાઇ શકે છે એવું માનીને દફનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(6:05 pm IST)