Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

આ દેશમાં વિદ્યાર્થીઓ મૃત્યુનો અભ્યાસ કરશે

નવી દિલ્હી: એવું સંભવ છે કે આવનાર સમયમાં ઓસ્ટ્રેલિયાના બાળકો અન્ય વિષયોની સાથે સાથે મોતનો અભ્યાસ પણ શરૂ કરશે ઓસ્ટ્રેલિયાના મેડિકલ એસોસિએશન કિન્સલેન્ડએ આ સાથે જોડાયેલ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે એસોસિએશનનું કહેવું છે કે યુવાઓની જિંદગીના અંત વિષે જાણવાનો અને તેના પર વાત કરવાનો તેને અધિકાર છે એટલા માટે આ વિષયને ઉમેરવામાં આવે છે જેથી કરીને તે જાણી શકે અને તેના વિષે વાતચીત કરી શકે અને આ જાણકારી તેને ભવિષ્યમાં મદદરૂપ થશે તે હેતુથી હવે  ઓસ્ટ્રેલિયામાં મૃત્યુનો અભ્યાસ પણ શરૂ કરવામાં આવશે.

(5:07 pm IST)
  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST

  • રાજકોટ આર.આર.સેલનો સપાટો : ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામે થી અંગ્રેજી દારૂ સહિત રૂ. 65,32,800 નો મુદામાલ કબજે કર્યો : રાજકોટ આર.આર.સેલ ને મોટી સફળતા : રાજકોટ રેન્જ ની ટીમ દ્રારા રેઇડ કરતા સ્થાનિક પોલીસ આવી શંકાના ઘેરામાં access_time 9:17 pm IST