Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ફેસબુક ચેલેન્‍જ માટે ગોવાના નેતાઓ બની રહયા છે ખેડુત

પણજી તા.૭: આજકાલ સોશ્‍યલ મીડિયા પર છવાઇ જવા માટે નેતાઓ કંઇ પણ કરવા તૈયાર થઇ ગયા છે. થોડાક સમય પહેલાં નેતાઓને ફિટનેસ ચેલેન્‍જ આપવાનો વાયરો ચાલતો હતો, હવે ફાર્મિગ ચેલેન્‍જ મળી રહી છે. ગોવાના એકવેમ બેકસો નામના ગામના યુવા-સરપંચ નામે સિદ્ધેશ ભગતે રાજનેતાઓને ખેતી બાબતે જાગરૂક કરવાની ચળવળ છેડી છે. તેણે ગોવાના તમામ પક્ષના નેતાઓને ફાર્મિગ-ચેલેન્‍જ આપી છે. નવાઇની વાત એ છે કે ઘણા વિધાયકો એ ચેલેન્‍જનો સ્‍વીકાર પણ કરી રહયા છે. એટલીસ્‍ટ, વિધાનસભ્‍યો ખેતરમાં હળ ચલાવતી, ટ્રેકટર ચલાવતી કે છોડ વાવતી વિડિયો-કિલપ્‍સ શેર કરવામાં લાગી ગયા છે. સોૈથી પહેલાં કોંગ્રેસના વિધાનસભ્‍ય લોરેન્‍કોએ ચેલેન્‍જ ઉપાડી હતી. વરસાદ આવ્‍યા પછી હવે ગોવામાં અનાજના ખેતરોમાં નેતાઓ પહોંચી ગયા છે અને પોતે ખેતી કરતા હોય એવી વિડિયો-કિલપ સોશ્‍યલ મીડિયા પર અપલોડ કરવા લાગ્‍યા છે.

(4:15 pm IST)