Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મશહુર ડિઝાઇનર સબ્યાસાચી હવે બનાવશે 'વેસ્ટર્ન વેડિંગ ગાઉન'

હોંગકોંગમાં હાઈ એન્ડ લેન ક્રોફર્ડના માધ્યમથી ખાસ આ ડિઝાઈન ઉપલબ્ધ : સબ્યાસાચીએ આ કલેકશન રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રજૂ કર્યું હતુ

જો તમે વેસ્ટર્ન લગ્ન કરવા જઈ રહ્યા છો અથવા લગ્નમાં જવાના છો, તો તૈયાર થઈ જાવ દુલ્હન બનવા માટે અને સુંદર લુક માટે. આ સફેદ દુલ્હન ગાઉન ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીના નવા કલેકશનમાં છે. જે લગ્નના ગાઉન તો છે જ સાથે અતિ સુંદર, સુંદર બનાવટ અને જૂના હેન્ડવર્કથી ભરપુર છે.

કોલકત્તામાં જન્મેલ ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીએ વાસ્તુશિલ્પ ડિઝાઈન અને જટીલ ભરત કામની સાથે પોતાના નિર્વિવાદ રૂપથી રોમાંટીક, સજાવટભર્યા દુલ્હનના ચોલી, સાડી અને ઈન્ડિયન ગાઉનમાં મહારત હાંસલ કરેલ છે. હવે સબ્યાસાચી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વેડિંગ કલેકશન લાઈન સાથે પશ્ચિમી સફેદ દુલ્હન ગાઉનને દુનિયા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે.

હોંગકોંગમાં હાઈ એન્ડ લેન ક્રોફર્ડના માધ્યમથી ખાસ આ ડિઝાઈન ઉપલબ્ધ છે. પોતાના સમૃધ્ધ અને વેડિંગ કલેકશનના અનુભવ સાથે સબ્યાસાચીએ આ કલેકશન રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર  રજૂ કર્યું હતું. વેસ્ટર્ન મેરેજ જેમાં તેઓને અનુભવ નથી છતા સબ્યાસાચીએ દુલ્હનની રચનાઓ ખૂબ જ સુંદર અને અદ્ભુત બનાવી છે.

આ ગાઉનમાં સુંદર લેસ, યુનિક એપ્લિક વર્ક અને મોટા એલિગેંટ બીડવર્ક સાથે ડિઝાઈન કરેલ છે. સબ્યાસાચી એ આશ્ચર્યજનક લાંબી ટ્રેન્સ, અસરકારક સિલાઈ, વેઈટલેસ વોલ્યુમ, મુલાયમ રંગો (સોફટ, કલાઉડી ગ્રેઝ) અને ડિસેંટ કપડા સાથે બનાવી છે. આ નવાની સાથે જૂની સંસ્કૃતિનું પરફેકટ બેલેન્સ છે.

જો તમે યુરોપીય સંવેદનશીલતા સાથે રોમાંટીક શૈલીની શોધમાં છો, તો સબ્યાસાચી વેડિંગ લાઈન તમારી અને તમારા મિત્રોની પસંદ બની શકે છે. બધી દુલ્હન માટે અહિં ઘણુ ઉપલબ્ધ છે. લગ્ન જેવા મોટા દિવસથી લઈને અન્ય ઉત્સવો માટે તમને પરફેકટ ડ્રેસ મળી શકે છે. ડ્રેસ અને ગાઉનમાં જટીલ ભરતકામ, હેન્ડ વર્ક, રેશમી દોરાથી એમ્બ્રોડરી, ગોડેટ સ્કર્ટ અને જેકેટ કોમ્બો છે. જે તમને બધા પ્રસંગે સુંદર લુક આપે છે.

(11:28 am IST)
  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST