Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ભુલથી પણ આ બ્યુટી પ્રોડકટસ કોઈ સાથે શેર ન કરતા

સામાન્ય રીતે મહિલાઓ પોતાની સુંદરતાને વધારવા માટે બ્યુટી પ્રોડકટસનો સહારો લે છે. પરંતુ, આ એક એવી વસ્તુ છે, જેને તમારે કોઈની સાથે શેર ન કરવી જોઈએ. એવુ કરવાથી તમને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણી લો એવી વસ્તુઓ વિશે જેને કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

. લિપ ગ્લોઝ અથવા લિપસ્ટિકને ભૂલથી પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેનાથી તમને ઈન્ફેકશન થઈ શકે છે.

. મસ્કોરા તમારા પાપણને સુંદર બનાવવાનું કામ કરે છે. પરંતુ, તેના ઉપયોગ દરમિયાન પાપણ પર રહેલ બેકટેરીયા મસ્કોરા બ્રશમાં ચોટી જાય છે. તેને બીજા સાથે શેર કરવાથી આંખોમાં દર્દ, લાલાશ અને કાર્નિયામાં સોજો, વગેેરે જેવી સમસ્યા થઈ શકે છે. તેથી મસ્કોરા કોઈ સાથે શેર ન કરવા જોઈએ.

. મેકઅપ સ્પંચમાં નાના-નાના છિદ્ર હોય છે, જેના કારણે તેમાં સરળતાથી યીસ્ટ અને બેકટેરીયા જમા થઈ જાય છે. જ્યારે તમે તેને બીજા સાથે શેર કરો છો તો  તેના સ્કિનના બેકટેરીયા પણ સ્પંચમાં ચોંટી જાય છે. જેનાથી તમને ફંગલ ઈન્ફેકશન, ખીલ અને ત્વચા સંબંધી બીમારીઓ થવાનો જોખમ રહે છે.

. હેર બ્રશ (કાંસકા)ને ઘણા લોકો શેર કરતા હોય છે. પરંતુ, તેને પણ શેર ન કરવુ જોઇએ. હેર બ્રશને બીજા સાથે શેર કરવાથી ડેંડ્રફ સાથે માથાની ત્વચાનું પણ ઈન્ફેકશન થઈ શકે છે. તેથી કયારેય કોઈના હેર બ્રશનો ઉપયોગ ન કરવો જોઈએ અને કોઈને હેર બ્રશ આપવુ પણ ન જોઈએ.

(11:27 am IST)