Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

બ્રિટનમાં કોરોનાનું ડેલ્ટા સ્વરૂપ સામે આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકે રવિવારે કહ્યું કે પહેલીવાર ભારતમાં સામે આવેલાં કોરોના વાયરસના ડેલ્ટા એટલે કે બી1.617.2 સ્વરુપ આલ્ફા અથવા કેન્ટ સ્વરૂપ(વીઓસી)થી 40 ટકા વધુ ચેપગ્રસ્ત છે. બ્રિટન સરકારના સિનિયર કેબિનેટ મંત્રીએ એમ પણ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં તાજેતરમાં વૃદ્ધિ થઈ, એના પાછળ ડેલ્ટા સ્વરુપનો પ્રસાર છે અને આ ડેલ્ટા સ્વરુપે 21 જૂનથી નક્કી કરાયેલા અનલોકની યોજનાને વધુ મુશ્કેલ બનાવી દીધી છે.

તેમણે કહ્યું કે ડેલ્ટા સ્વરુપના કારણે હોસ્પિટલમાં દાખલ મોટાભાગના લોકોને રસી આપી શકાઈ નહતી અને ખૂબ ઓછા લોકોને જ કોવિડ-19ન રસીના બે ડોઝ અપાયા હતા. આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, આ એ વૈજ્ઞાનિક સલાહને આધારે કહી શકાય છે કે ડેલ્ટા સ્વરુપની વિરુદ્ધ રસીનો એક ડોઝ આલ્ફા સ્વરુપ જેટલી પ્રભાવશાળી નથી અને બંને ડોઝ લેવાથી જ સુરક્ષા કે બચાવ છે. બ્રિટિશ આરોગ્ય મંત્રી હેનકોકે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ આંકડા સાથે કહી શકું કે ડેલ્ટા સ્વરુપ લગભગ 40 ટકા વધુ ચેપગ્રસ્ત છે, મારી પાસે લેટેસ્ટ પરામર્શ છે. તેનો અર્થ એ થયો કે ડેલ્ટા સ્વરુપ સાથેના વાયરસને કાબુમાં લેવો મુશ્કેલ છે.

(6:01 pm IST)