Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

દુબઈમાં માર્ગ અકસ્માતમાં 10ભારતીય સહીત 17 ના મોત

નવી દિલ્હી: દુબઈમાં એક યાત્રી બસ ગુરુવારના રોજ સાંજના સમયે દુર્ઘટનાનો શિકાર બનતા 10 ભારતીય નાગરિકો સહીત ઓછામાં ઓછા 17 લોકો મોતને ભેટ્યા છે.આ બસમાં 31 યાત્રીઓ સવાર હતા. મેટ્રો સ્ટેશન નજીક યાતાયાત સિગ્નલ સાથે અથડાઈ હતી.આ ઘટનામાં વિભિન્ન દેશો નજીક ઓછામાં ઓછા 17 નાગરિકો મોતને ભેટ્યા છે તથા 5 ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:45 pm IST)