Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

યુવાવસ્થામાં 'સપ્લીમેન્ટ ડાયેટ' લેવાનું બની શકે છે ખતરનાક

વજન ઘટાડવાની, મસલ બનાવવાની, સેકસની દવાઓ વધુ ખતરનાક ચમત્કારિક પરિણામો આપતી દવાઓથી સાવધાન રહેજો

રાજકોટ, તા.૭: વજન ઘટાડવા, મસલ બનાવવા અને શકિત અંગેના તાત્કાલિક પરિણામોના વચન આપતા સપ્લીમેન્ટસ તરૂણો અને યુવાઓને હોસ્પીટલમાં મોકલી રહ્યા છે. તેવું જર્નલ ઓફ એડોલસેન્ટ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કહેવાયું છે.

જાન્યુઆરી ૨૦૦૪થી એપ્રિલ ૨૦૧૫ સુધી ૨૫ વર્ષ અને તેનાથી યુવાન વયના ૧૦૦૦ લોકોનો એફડીએના સ્કોર્ડનું વિશ્લેષણ કરીને ડાયેટ્રી સપ્લીમેટરની આરોગ્ય પર થતી અસરોવિર્ષે એક અભ્યાસ કરાયો હતો. જેમાંથી ૪૦ ટકા લોકોને ગંભીર તકલીફો ઉભી થઇ હતી. જેમાંથી ૧૬૬ને હોસ્પીટલમા દાખલ કરવા પડયા હતા અને ૨૨ના મોત થયા હતા. અભ્યાસના લેખકોએ લખ્યું છે કે આ તો ફકત હિમશીલાની ટોચ સમાન છે કેમકે ઘણા કેસોનો રીપોર્ટ પણ નહીં થયો હોય.

અમુક સપ્લીમેન્ટસ બીજા કરતા વધુ ખતરનાક હોય છે. વજન ઘટાડા, મસલ બીલ્ડીંગ અને શકિતના દાવા કરતા સપ્લીમેન્ટસ લગભગ અણગપા અને સકેસ્યુઅલ ફંકશન અને કોલન કલીન્સીંગ અંગેના સપ્લીમેન્ટસ વીટામીનની દવાઓ કરતા બે ગણા જોખમી હોય છે. તેવું રીસર્ચરોનું તારણ છે.

લેખકોએ નોંધ્યુ છે કે આમાંથી કેટલીક દવાઓ કયા પદાર્થોમાંથી બને છે તે જણાવવામાં નથી આવતુ ઘણીવાર તેમાં ડ્રગ્સ, ભારે ઘાતુઓ અને જંતુનાશકો પણ નાખેલા હોય છે એક ઉદાહરણ તરીકે ૨૦૧૫માં રીસર્ચરોને જાણવા મળ્યુ કે કેટલાક વજન ઘટાડાના સટલીમેન્ટોમાં એજફેટોમાઇન નામનું ડ્રમ હતું જેનો લેબલમાં ઉલ્લેખ જ ન હોતો કરાયો.

ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન જયારે કોઇ ખાસ પ્રોડકટની ફરીયાદ આવે ત્યારે હરકતમાં આવે છે ખરેખર તો દરેક કંપનીએ સુરક્ષા અને ઉત્પાદન અંગેના માપદંડો જાળવીને પોતાની પ્રોડકટ એફડીએ પાસે માર્કેટમાં મુકતા પહેલા ર્ટેટ કરાવવાની જરૂરિયાત છે.

ગ્રાહકો લખેલ વાંચીને તેના પર ભરોસો મુકતા હોય છે અને છેતરાતા હોય છે એફડીએ દ્વારા અવાર નવાર ચેતાવણીઓ આણવામા આવતી હોય છે કે ચમત્કારીક પરિણામો જોવા કે તાત્કાલીક વજન ઘટાડો, ફલાણો રોગ મટાડો વગેરે પ્રકારની દવાઓ જોખમી બની શકે છે. આ નવા અભ્યાસમાં  એવું કહેવાયું છે કે આ પ્રકારના સપ્લીમેન્ટસમાં હૃદય રોગ, એલર્જીક રીએકશન અને બીજા કોઇ રોગની ચાલુ દવાઓ સાથે જોખમી ઇન્ટરએકશનના જોખમો રહેલા છે.

હમણાના જ એક અભ્યાસમાં એવું કહેવાયું છે કે મલ્ટી વીટામીનની દવાઓ  આ બધા સપ્લીમેન્ટોના પ્રમાણમાં ઓછા જોખમી હોય છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે મોટા ભાગની વ્યકિતઓને તેની જરૂર નથી હોતી. ખોરાકમાંથી મળતા વિટામીનો જેટલો ફાયદો આ દવાઓથી નથી મળતો. પણ કેલ્શીયમ અને વિટામીન ડી જેવી દવાઓના હાઇડોઝથી તે લેનારને કેન્સર થવાનું અને પ્રીમેરયોર ડેથનું જોખમ વધી જાય છે. બીજા એકરીસર્ચમાં વીટામીનડી માછલીનું તેલ અને ઓમેગા-૩ સપ્લીમેન્ટસ બનાવલી કંપનીઓને કેન્સર, હૃદયરોગ અને પાચનને લગતા ખતરનાક રોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

          ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર

(3:49 pm IST)
  • વિધાનસભામાં રોજગારી મુદે મોટી જાહેરાતની સંભાવના : સ્કીલ ડેવલપમેન્ટ, એમ્પ્લોઇમેન્ટ મિશનની સત્રમાં થશે જાહેરાતઃ સીએમ રૂપાણી અને ચીફ સેક્રેટરીની દેખરેખમાં થશે કામગીરીઃ બી.એ., બી.કોમ, બી.એસ.સી. પાસ યુવાનોને આપણે રોજગારની તકઃ આઇટીની જેમ ગ્રેજયુએટ યુવાનો માટે ઉભી કરવામાં આવશે તકઃ રાજયમાં બેરોજગારીનો મુદો ગંભીર બનતા કેન્દ્રસામે રાજય એકશનમાં : વિધાનસભા અને લોકસભામાં બેરોજગારી મુદ્દો બન્યો ગંભીર access_time 4:14 pm IST

  • અમરનાથ યાત્રાની સમાપ્તિ સુધી સીમાંકન ન કરવા રાજયપાલનો કેન્દ્રને અનુરોધ : સીમાંકન શરૂ કરવાથી પથ્થર બાજો-ભાગલાવાદીઓ અમરનાથ યાત્રાનો માહોલ બગાડી નાખશે access_time 1:09 pm IST

  • સુરતના કેબલબ્રીજમાંથી એલઈડી લાઈટની ચોરી ડેકોરેશન માટે બ્રીજમાં લગાવવામાં આવેલી ૪ાા લાખની એલઈડી લાઈટ ચોરાયાની અડાજણ પોલીસને મહાનગરપાલિકાએ કરી જાણ : ચોરી બાબતે તપાસ શરૂ access_time 6:17 pm IST