Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ડોનાલ્ડ ટ્રમ્પે કિમ કારદાશિયાનની વિનંતીથી એક મહિલાની આજીવન સજા માફ કરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રિયલ્ટી ટીવી સ્ટાર કિમ કરદાશિયાનની ભલામણ બાદ આજીવન કેદની સજા કાપી રહેલી એક મહિલા કેદીની સજા માફ કરી દીધી હોવાના અહેવાલ મળે છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ  63 વર્ષીય એલિસ મેરી જોનસન નામની મહિલાને બિનહિંસક માદક પદાર્થ હેઠળની જોગવાઈઓ હેઠળના ગુનામાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. એલિસ મેરી જોનસન 22 વર્ષથી જેલમાં બંધ છે.

(8:33 pm IST)