Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમેરિકામાં લગ્નમાં ચાલી રહ્યો છે અનોખો ટ્રેન્ડ:વર-કન્યા ગિફ્ટની જગ્યાએ માંગે છે ચાંદલો

નવી દિલ્હી: લગ્નમાં ચાંલ્લાની સિસ્ટમ હવે અમેરિકામાં પણ શરૂ થઇ ગઈ છે. લગ્નની સિઝન હોય ત્યારે મહેમાનો વર-કન્યા માટે ભેટ લેવાનું ભૂલતા નથી. દરેક મહેમાન નવા યુગલને તેમની સ્થિતિ અનુસાર ભેટ આપે છે. પરંતુ જ્યારે આ મહેમાનોને ખબર પડે છે કે વર-કન્યાને ભેટને બદલે પૈસાની જરૂર છે, તો પછી શું થશે તેની કલ્પના કરો. અમેરિકામાં આજકાલ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અહીં વર-કન્યા પોતાના લગ્નમાં ગિફ્ટ નથી માગતા, પૈસા માંગે છે. જેમ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સામાન્ય પરિવારના લગ્નમાં ચાંલ્લાની સિસ્ટમમાં પૈસા આપવામાં આવે છે એમ જ. આમ થવા પાછળ એક કારણ છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન લાગુ થયા બાદ લોકોની હાલત કફોડી બની છે. ખિસ્સા ખાલી થવાથી અમેરિકન યુવાનો હવે ગિફ્ટની માગણી કરતા નથી. હવે તેમને બદલામાં પૈસા જોઈએ છે. આ માટે આ લોકોને આમંત્રણ કાર્ડ પર લખવામાં આવી રહ્યું છે કે લગ્નમાં આવો, ભોજન કરો અને તેનો સંપૂર્ણ આનંદ લો. જો તમે ગિફ્ટ લાવવાનું વિચારી રહ્યા છો, તો લાવશો નહીં, પરંતુ પૈસા આપીને જાઓ. તેની પાછળ આ લોકો દલીલ કરી રહ્યા છે કે તેમને તેમનું નવું ઘર ખરીદવું છે, જેના માટે પૈસાની જરૂર છે.

 

(6:06 pm IST)